તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલ ગુજરાત-મહારાષ્ટ્રનો પ્રાણવાયુ ‘વાપી’:હોસ્પિટલો માટે રોજ 40 ટન ઓક્સિજનના જથ્થાનું ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય રોકી હવે કોરોના દર્દીના સારવાર માટે વપરાય છે

વાપી25 દિવસ પહેલાલેખક: કેતન ભટ્ટ
 • કૉપી લિંક
મેડિકલ ઓક્સિજનની માગમાં વધારો - Divya Bhaskar
મેડિકલ ઓક્સિજનની માગમાં વધારો
 • સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ ન પડે તે માટે ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનો પુરવઠો ન આપવા સરકારનો આદેશ
 • કોરોનાની બીજી લહેરમાં 7 ગણો વપરાશ વધ્યો

કોરોનાના વિકરાળ બનેલા સંક્રમણ વચ્ચે વાપી સહિત ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માગ સતત વધી રહી છે. સરકારે વાપીના મેન્યુફેક્ચરીંગ યુનિટને હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનો પુરવઠો ન આપવા તાકીદ કરી છે. જેથી હવે ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ વાપીથી રોજના 40 ટન ઓક્સિજનનો જથ્થો ગુજરાત-મહારાષ્ટ્રમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ વલસાડ સિવિલમાં ફેબ્રુઆરીમાં 4 દિવસે 11 હજાર લીટરની ક્ષમતા ધરાવતો ટેન્કર સિવિલમાં ખાલી કરાતો હતો.માર્ચ એપ્રિલમાં દર્દીઓનો વધારો થતાં ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. જો કે આખા જિલ્લામાંથી આવતા દર્દીઓ માટે સિવિલમાં હાલે પુરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો છે.

જરૂરિયાતવાળા શહેરને ઓક્સિજન આપવા સૂચના
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવે દર્દીના મોત થવાના બનાવો બની રહ્યાં છે,ત્યારે વાપીના એક મેન્યુફેક્ચરીંગ યુનિટ કોરોના પૂર્વે માત્ર ઇન્ડ્રસ્ટ્રીઝને જ રોજના 15 ટન ઓક્સિજનનો જથ્થો પુરો પાડતુ હતું, પરંતુ રાજયની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઊભી થતાં રાજય સરકારે હાલ ઇન્ડસ્ટ્રીઝની જગ્યાએ જરૂરિયાત મુજબના શહેરોમાં ઓક્સિજનનો જથ્થો પુરો પાડવા આદેશ કર્યો છે. જેથી હવે વાપીની પી.કે. કાર્બોનીક યુનિટથી સુરત,વડોદરા,અમદાવાદ સહિતના શહેરો તથા મહારાષ્ટ્રના ધુલિયા વિસ્તાર મુંબઇ સહિતના શહેરોમાં રોજના 40 ટન ઓક્સિજનનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે. રોજના સરકારી અધિકારીઓની સૂચના મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાપીથી ઓક્સિજનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

ઓક્સિજન સ્ટોરેજની વ્યવસ્થા હોસ્પિટલમાં હોવી જરૂરી
કંપનીના સંચાલકના મતે ગુજરાતમાં ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ છે,પરંતુ કેટલીક હોસ્પિટલોમાં ઇન્ફ્રાટકચરનો અભાવ છે. ઓક્સિજન સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા હોસ્પિટલમાં હોવી જોઇએ. જેથી નિયમિત ઓક્સિજન સપ્લાય કરવામાં મુશ્કેલી ઊભી થઇ શકે નહિં. હાલમાં એપ્રિલ માસમાં વલસાડ જિલ્લામાં કોવિડના દર્દીઓની સંખ્યા પ્રતિરોજ વધી રહી છે,જેના કારણે ઓક્સિજનનો વપરાશ પણ વધી ગયો છે.વલસાડ જિલ્લાના કોરોનાના દર્દીઓ તેમજ અન્ય ગંભીર દર્દીઓ માટે સિવિલમાં સારવાર માટે ઓક્સિજનની 11 હજાર લીટરની ટાંકી ઇસ્ટોલ કરવામાં આવી છે.જેમાં પુરેપુરો પુરવઠો ઓક્સિજનના ટેન્કર મંગાવીને ભરવામાં આવે છે.

દર બે દિવસે ઓક્સિજન ટેન્કર મગાવું પડે તેવી સ્થિતિ
હાલમાં દર્દીઓની સંખ્યા વધતાં દર બે દિવસ બાદ ત્રીજા દિવસે 11 હજાર લીટર ઓક્સિજનનો પુરવઠો મગાવવામાં આવી રહ્યો છે.એટલે કે 2 દિવસમાં આ પુરવઠો પુરો થાય તે પહેલાં ઓક્સિજનનું ટેન્કર મંગાવી સિવિસ હોસ્પિટલની ઓક્સિજનની ટાંકીમાં ભરી દેવાની ફરજ પડી રહી છે.જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળામાં દર્દીઓની સંખ્યા હાલ કરતાં ઓછી હતી,જેના કારણે દર ચાર દિવસમાં 11 હજાર લીટર ઓક્સિજન સિવિલમાં ઠલવાતો હતો.

ઇન્ડસ્ટ્રીઝમાં કયાં વપરાય ?
મેન્યુફેકચરીંગ એકમમાંથી ઓક્સિજનના સિલિન્ડરોને ટ્રેડર્સોને સપ્લાય કરવામાં આવે છે. વાપીના 10 જેટલા ટ્રેડર્સો દ્વારા ઇન્ડસ્ટ્રીઝને ઓક્સિજનનોે જથ્થો પુરો પડાય છે. ફ્રેબ્રિકેશન,કટિંગ, એન્જીનિરીંગ અને કેમિકલ એકમોમાં ઓક્સિજનની જરૂર રહે છે.

રોજના 110ની જગ્યાએ હવે 770 સિલિન્ડરોનો વપરાશ
સામાન્ય દિવસોમાં એટલે કોરોના કેસો નહિવત હોય તેવા સમયમાં રોજના વાપી તથા આજુબાજુ વિસ્તારની હોસ્પિટલોમાં સરેરાશ 110 જેટલા ઓક્સિજન સિલિન્ડરોનો વપરાશ થાય છે, પંરતુ કેસો વધતાં સરેરાશ 770 જેટલા ઓક્સિજનના સિલિન્ડરોનો વપરાશ થઇ રહ્યો છે. 7 ગણો ઓક્સિજનનો વપરાશ વધી રહ્યો છે.

કોરોનાની બીજી લહેરમાં મહત્તમ દર્દીને ઓક્સિજન આપવાની જરૂરીયાત ઉભી થઇ રહી છે. જેને લઇને કોવિડની સારવાર કરતી હોસ્પિટલમાં ઓક્સિજનની ડિમાન્ડમાં 7 ગણો વધારો જોવા મળી રહ્યો છે.

વાપી-દમણ અને સરીગામમાં એકમો
વાપી જીઆઇડીસીમાં પી.કે.કાર્બોનીક ,દમણની એઇમ્સ અને સરીગામ એક કંપની મળી કુલ 3 એકમો ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, સરીગામ અને દમણના એકમો સ્થાનિક કક્ષાએ ઓક્સિજન પુરો પાડે છે. દમણથી વાપીની હરિયા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં ઓક્સિનનનો જથ્થો આવે છે. જયારે વાપીનું એકમ સેલવાસ સહિત હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટાપાયે ઓક્સિજનની સપ્લાય કરે છે.હાલ ઓક્સિજનની માગ સૌથી વધારે છે.

મેન્યુફેક્ચરીંગની એકમમાં ઉત્પાદનની પ્રોસેસ શુ છે ?
એરસપ્રેશન પ્લાન્ટના સ્ટોરેજ ટેન્કમાં ઓક્સિજનના લિકવીડ (મટીરીયલ્સ) નાખવામાં આવે છે. જેને ટ્રાઇસોજિનિક પંપથી ખેંચવામાં આવે છે. ત્યારબાદ એપોરાઇઝ કરી સિલિન્ડરમાં 145 (પીએચઆઇ)પ્રેશરથી ઓક્સિજન ભરવામાં આવે છે. 1 સિલિન્ડરમાં 7 કયુબીક મીટર એટલે કે 9 કિલો ઓક્સિજન ભરવામાં આવે છે. ઓક્સિજન ભરેલા સિલિન્ડરોને ટ્રેડર્સો દ્વારા હોસ્પિટલોમાં માગ મુજબ મોકલવામાં આવી રહ્યાં છે.

વાપી હરિયામાં ટેન્કથી 1000 લિટર ઓક્સિજન
હરિયા હોસ્પિટલમાં રોજના 1 હજાર લિટર ઓક્સિજનનો જથ્થો રહી શકે તેવી ટેન્ક ઊભી કરાય છે. ટેન્કમાં આ પ્રક્રિયા બાદ મેડિકલ ઓેકિસજનમાં કન્વર્ટ કરી ગેસથી પાઇપલાઇન મારફતે ઓક્સિજન હોસ્પિટલમા અપાય છે. રોજના 1 હજારમાંથી 700થી 800 લિટર ઓક્સિન વાપરવામાં આવે છે. આવી ટેન્ક રોફેલ કોલેજમાં પણ લગાવામાં આવી છે.

ડીલર્સ પાસે માગ સામે હાલ પુરતો જથ્થો છે
વલસાડમાં ‌વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા 9 દિવસથી વધી રહ્યો છે.9 દિવસમાં 300થી વધુ દર્દી નોંધાયા છે અને ખાનગી હોસ્પિ.માં ઓક્સિજન પુરવઠો પુરો પાડતા ખાનગી ડિલર્સોને ત્યાં હાલમાં સપ્લાયનો પ્રશ્ન નથી પરંતુ ઓક્સિજનની ડિમાન્ડ વધી ગઇ છે.ખાનગી હોસ્પિટલોમાં વધતી ડિમાન્ડ જોતા હવે આગામી દિવસોમાં કેવી સ્થિતિ રહેશે તે અત્યાર કહી શકાય તેમ નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક કક્ષાએ 7.5 ટન ઓક્સિજનનો જથ્થો આપીએ છીએ
હાલ સરકારના આદેશ મુજબ મેડિકલ ક્ષેત્રમાં ઓક્સિજનનો જથ્થો પુરો પાડી રહ્યાં છે. વાપી,દમણ,સેલવાસમાં કોવિડ પહેલા 1 ટન ઓક્સિજનની જરૂર પડતી હતી, હવે 7.5 ટન ઓક્સિજનની માગ છે. આ જથ્થો પુરો પાડી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીઝમાં બંધ કરી ગુજરાત અને મહારાષ્ટ્રમાં સરેરાશ 35 થી 40 ટન ઓક્સિજન જથ્થો પુરો પાડી રહ્યાં છે. ઓક્સિજનની માગ હાલ સૌથી વધારે છે. > અભય શાહ, સંચાલક, વાપી

1 મિનિટમાં 90 થી 95 લિટર ઓક્સિજન અપાય છે
ઓક્સિજનના સિલિન્ડરમાં 0થી 15 વેલ્યુ આવે છે. ઓક્સિજન સેન્ટર લાઇનમાં એક વાલ હોય છે. જેમાં મીટર ઓક્સિજનની વેલ્યુ લખેલી હોય છે. યુમિડી ફાયર એટલે ઓક્સિજન હોય એ પાણીમાંથી ગુજારીને નાકમાંથી આપીએ છીએ. જયારે ઓન કરીએ ત્યારે ડ્રાઇ ઓક્સિજન પાણીમાં મિશ્ર થઇને આવે છે. દા.ત. એક દર્દીને 1 મિનિટમાં 1 થી 10 લિટર ઓક્સિજન અપાય છે. વધારે દર્દીની હાલત ખરાબ હોય તો હાય ફલો ઓક્સિજન અપાય છે. જે 1 મિનિટમાં 35થી 40 લિટર હોય છે. લાસ્ટ સ્ટેજ વેન્ટીલેટર વખતે 1 મિનિટમાં 90થી 95 લિટર ઓક્સિજન અપાય છે. > ડો.અક્ષય નાડકર્ણી ,નિષ્ણાત,21 સેન્ચુરી હોસ્પિટલ ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો