તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દમણના સીલિન્ક રોડ નિર્માણના માર્જીનમાં થયેલા દબાણો હટાવાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટેગામ શેરીમાં કોમ્યુનિટિ હોલ અને ગોડાઉન તૂટ્યા

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા હાલમાં દેવકા બીચથી લઇને જેટી સુધી નવો સી લિન્ક રોડનું નિર્માણ કાર્ય હાથ ધર્યુ છે. જોકે, આ માર્ગની માર્જીનમાં આવેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ નોટિસ આપવા છતાં દબાણો દૂર ન કરાતા આખરે વહીવટી તંત્રએ પોલીસ બદોબસ્ત સાથે બુધવારે મોટીગામ શેરીમાં એક કોમ્યુનિટી હોલ અને ગોડાઉનને જેસીબીથી તોડી પાડ્યું હતું.

નાની દમણના દેવકા બીચથી લઇને જેટી સુધીના દરિયા કિનારાના વિકાસ અર્થે સી લિન્ક રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે, આ માર્ગની માર્જીનમાં આવેલા કેટલાક દબાણો અગાઉ પ્રશાસને દૂર કર્યા હતા. જોકે, હોટલ સોવરિનના પાછળના ભાગે વોર્ડ નંબર 8માં મોટેગામ શેરીમાં માછી સમાજનો કોમ્યુનિટિ હોલ અને એક ગોડાઉનને દૂર કરવાના મુદ્દે મામલતદાર કોર્ટમાં સુનાવણી ચાલતી હતી. આખરે મામલતદારે દબાણો દૂર કરવાના આદેશ કર્યા હતા. બુધવારે મામલતદાર સાગર ઠક્કર અને તેમની ટીમ પોલીસ બદોબસ્ત સાથે પહોંચીને કોમ્યુનિટી હોલ અને ગોડાઉન ઉપર બૂલડોઝર ફેરવીને દબાણ દૂર કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...