તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2500 છોડો રોપ્યા:O2 વધારવા વાપી બ્લડ બેન્કમાં તુલસી વન તૈયાર

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 25 હજાર તુલસીના છોડો રોપવાનો લક્ષ્યાંક, CETP પણ જોડાયું

વિશ્વ પર્યાવરણ દિવસે વાપી વીઆઇએ, ગ્રીન એન્વાયરો કંપની લિ. જીઆઇડીસી અને નોટિફાઇડ, વાપી જીઆઇડીસી કચેરી સાથે જોડાઇને વાપી લાયન્સ બ્લ્ડ બેન્કમાં 2500 તુલસીના રોપા સાથે તુલસી વન તૈયાર કરાયુ હતું. આ સાથે 1 હજાર તુલસીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. શનિવારે સવારે મંગલમૂર્તિ સર્કલ પાસે મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગનિકસની સહાયતાથી, મંગલમ ઉદ્યાનનું લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ તુલસીના છોડો રોપવામાં આવ્યા હતાં. કલેકટર આર.આર.રાવલ,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની હાજરીમાં સરદાર ચોક પાસે અને સીઇટીપી ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ.

ઝૂમ મિટિંગ એપ દ્વારા યુપીએલ લિમિટેડ નજીક, ક્લેપ્સ હેન્ડ ખાતે, ઓક્સિજન પાર્કની 3 ડી પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરી ઓનલાઇન ઉદ્ઘાટન કરાયુ હતું. જીપીસીબી સાથે સંયુક્ત રીતે વેબિનાર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ, પારડીના ધારાસભ્ય અને વીઆઇએ એડવાઈઝરી બોર્ડ મેમ્બર કનુભાઈ દેસાઈ, વીઆઇએના પ્રમુખ પ્રકાશ ભદ્રા, માનદ મંત્રી સતિષ પટેલ, ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ,એસ.એસ.સરના , હેમાંગ નાયક,કમલેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે
વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા દ્વારા જણાવ્યુ હતું કે સમયની જરૂરિયાત મુજબ અમો પર્યાવરણ લક્ષી કાર્યો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમકે પાછલા વર્ષે આયુર્વેદિક ઔષઘીઓની જાણકારી અને ઉપલબ્ધતા માટે આરોગ્ય વન બનાવવામાં આવ્યું હતું .આ વર્ષે જે ઓક્સિજનની અછત વર્તાઈ છે તે જોતા રામ તુલસી, શ્યામ તુલસી જેવા છોડવાઓનું રોપણ કરી તુલસી વન બનાવવામાં આવશે .ઉપરાંત જે છોડવાઓ કે વૃક્ષો દ્વારા વધારે માત્રામાં ઓક્સિજન મળી શકે તેવા વૃક્ષો ઉછેરી ઓક્સિજન પાર્ક પણ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...