ભાસ્કર વિશેષ:વાપીમાં 60 ઔષધીય વનસ્પતિ સાથે હર્બલ ગાર્ડન તૈયાર

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઔષધીય વનસ્પતિઓ અને કુલ 10 હજારથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું, ત્યારે વાપી જીઆઇડીસીમાં આવેલી હુબરગૃપ વાપીના કેમ્પસમાં 76500 એસએફટીમાં ફેલાયેલા વિશાળ હર્બલ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વાપી વીઆઈએ તથા જીપીસીબીના હોદ્દેદારો દ્વારા લોકાર્પણ થયુ હતું. આ હર્બલ ગાર્ડન માં લગભગ 60 જાતિની ઔષધીય વનસ્પતિઓ અને કુલ 10 હજારથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે.

ગાર્ડનની વિઝીટ કરનાર પ્રવાસીઓની જાણકારી માટે ઔષધીય વનસ્પતિની ઓળખ ધરાવતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે. સાથે સાથે જે તે વનસ્પતિના ઉપયોગથી કયો રોગ મટી શકે તે માટેની પણ માહિતી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ બગીચામાં ઓક્સિજન ઝોન , ઇમ્યુનિટી ઝોન અને મેડીટેશન ઝોન વગેરે પણ બનાવવામાં આવ્યા છે.

હર્બલ ગાર્ડનનું લોકાર્પણ વીઆઇએ પ્રેસિડન્ટ કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીપીસીબીના રિઝનલ ઓફિસર હરેશ ગાવિંત વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પણ 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હર્બલ ગાર્ડનના પ્રોજેકટને સફળ બનાવવા વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર સુરેશભાઇ પટેલ તથા તેની ટીમ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...