તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:વાપીમાં છેલ્લા 5 વર્ષની તૂલનાએ લોકડાઉનમાં પોસ્ટ મોર્ટમ ઘટ્યા

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 5 વર્ષમાં કુલ 1034 પી.એમ, 2020માં માત્ર 179 પીએમ થયા, લોકડાઉનમાં અકસ્માત અને આકસ્મિક મોત ઘટયા હોવાનું અનુમાન
 • હાઇવે અને જીઆઇડીસીની કંપનીઓ બંધ રહેતા તફાવત દેખાયો

વાપીમાં હાઇવે અને ઉદ્યોગોમાં બનતાં અકસ્માતોના બનાવોના કારણે સામુહિક આરોગ્ય કેન્દ્ર (સબ ડિસ્ટ્રી હોસ્પિટલ )માં દર વર્ષે સૌથી વધુ પોસ્ટમોર્ટમ થાય છે. અારોગ્યના અધિકારીઓ પણ માને છે સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં રાજયમાં સૌથી વધુ પી.એમ.વાપીમાં થાય છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં કુલ1034 પી.એમ.થયા છે. દર વર્ષે સરેરાશ 200થી વધુ પી.એમ. થાય છે આ વર્ષે લોકડાઉનમાં ત્રણ મહિના લોકોની અવર-જવર ઓછી રહેવાથી અકસ્માતો ઘટતાં પી.એમ. પણ ઓછા થયાં છે. આ વર્ષે માત્ર 179 પી.એમ. થયાં છે.

રાજ્યમાં સૌથી મોટી જીઆઇડીસી વાપી ખાતે આવેલી છે.નેશનલ હા‌ઇવે પણ જીઆઇડીસી અને શહેરની વચ્ચેથી પસાર થાય છે.જેના કારણે અકસ્માતોના બનાવો સતત બનતાં રહે છે. જેના કારણે વાપીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં (સબ ડિસ્ટ્રીકટ) છેલ્લા બે દાયકાથી સૌથી વધુ પોસ્ટમોર્ટમ અહી થયા છે. રાજયના અન્ય તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રની તુલનાએ વાપીમાં પોસ્ટમોર્ટમ વધુ થતાં હોવાના દાવાઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ કરે છે, પરંતુ સૌ પ્રથમ વખત કોરોનાના કાળમાં લોકડાઉન દરમિયાન 3 માસ સુધી રસ્તાઓ પર ઓછી અવર-જવરના કારણે અકસ્માતોનું પ્રમાણ ઘટી ગયુ હતું. જેના કારણે વાપીમાં પોસ્ટમોર્ટમની સંખ્યા પણ ઘટી છે.

પહેલા દર વર્ષે સરેરાશ 200થી વધુ પી.એમ. થયા છે, આ વર્ષે કોરોનાકાળમાં 179 પી.એમ. થયા છે. છેલ્લા પાંચ વર્ષની તુલનાએ આ વર્ષે પી.એમ.ઘટતાં અકસ્માતો ઓછા થયા હોવાનું કારણ દર્શાવામાં આવી રહ્યું છે. જે લોકો માટે રાહતરૂપ કહી શકાય છે. જોકે, લોકડાઉન ઉઠી ગયા બાદ માર્ગો પર જીવ લેણ અકસ્માતો અને આપઘાત સહિતના બનાવો ફરી વધી રહ્યા છે.

અન્ય સ્થળોએ પીએચસી નજીક હોવાથી પી.એમ. ઓછા
આ વખતે કોરોનામાં ત્રણથી ચાર માસ જેટલો સમય ધંધા-ઉદ્યોગ બંધ રહેવાથી લોકો બહાર નિકળ્યા ન હતા, જેના કારણે અકસ્માતો ઘટી ગયા હતા. જેના પરિણામે વર્ષ 2020-21માં પી.એમ.ઓછા થયા છે. હવે સીએસસી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં આવે છે,અહી હાઇવે અને ઉદ્યોગો હોવાથી સૌથી વધુ પી.એમ. થાય છે. અન્ય સ્થળોએ પી.એચ.સી. નજીક હોવાથી પી.એમ.ઓછા થાય છે. > ડો.નિતિન પટેલ,આરએમઓ,સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ,વાપી

છેલ્લા પાંચ વર્ષમાં વાપીમાં પી.એમ.ની સ્થિતિ

વર્ષ2016-20172017-182018-192019-202020-21
સંખ્યા243215184213179
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો