આજે બજેટ:વાપી-વલસાડ માટે મોટી જાહેરાતની સંભાવના

વાપી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નાણામંત્રી તરીકે પ્રથમવાર બજેટ રજૂ કરશે

રાજય સરકારના બજેટનો સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે. ગુરૂવારે બપોરે પારડીના ધારાસભ્ય અને રાજય સરકારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટની જાહેરાત કરશે. નાણામંત્રી વલસાડ જિલ્લાના હોવાથી વાપી-વલસાડ સહિત અંતરયાળ વિસ્તારો માટે મોટી જાહેરાતો કરશે એવી લોકોને અપેક્ષા છે.વાપીના ઉદ્યોગકારો,ખેડૂતો, મધ્યમવર્ગના લોકોની રાજય સરકારના બજેટ પર સૌની મીટ મંડાયેલી છે.

કેન્દ્ર સરકારના બજેટ બાદ હવે ગુરૂવારે રાજય સરકારનું બજેટ વિધાનસભામાં મંજુર કરવામાં આવશે. આ બજેટની જાહેરાત પારડીના ધારાસભ્ય અને હાલના સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ કરશે.કનુભાઈ દેસાઇ મૂળ વાપીના ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અને ખેડૂત છે.

જેથી વાપીના ઉદ્યોગકારોએ આ બજેટમાં વાપી સહિત સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગ જગત માટે અને ખેડૂતો માટે નવી જાહેરાત કરી ખેડૂતલક્ષી, ઉદ્યોગલક્ષી બજેટ રજૂ કરશે એવી અપેક્ષા રાખી રહ્યાં છે. ખાસ કરીને વાપી અને વલસાડ માટે કઇ નવી જાહેરાત થશે તેના પર સૌની મીટ છે.

નાણામંત્રી તરીકે કનુભાઇ દેસાઇ વિધાનસભામાં સૌ પ્રથમ વખત બજેટ રજુ કરશે. બજેટ પૂર્વે જિલ્લામાંથી અનેક રજૂઆતો નાણામંત્રી સમક્ષ પહોંચી છે. જેથી કપરાડા,ધરમપુર સહિત અંતરયાળ વિસ્તાર માટે જિલ્લાના નાણામંત્રી નવી જાહેરાતો કરશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

થોડા દિવસોથી રાજયના બજેટને લઇ નાણામંત્રી બેઠકોનો દોર કરી રહ્યા હતાં. કોરોના કાળ બાદ રાજ્યસરકારનું બજેટ રજૂ થવાનું છે. જેમાં ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂતો અને ઉદ્યોગકારોને રાહત મળશે તેવી અપેક્ષા છે. ત્યારે ગુરૂવારે બપોરે વિધાનસભમાં બજેટ રજૂ કરવામાં આવનાર છે.

આ પડતર પ્રશ્નો માટે ઉદ્યોગકારોની મીટ
5 વર્ષની સબસિડી સ્કીમ, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસીમાં ફેરફારની નવી જાહેરાત થઇ શકે છે. ઉદ્યોગોના એક્સપાન્ઝન સ્કીમમાં ફેરફાર, સીઇટીપીની દરિયા સુધીની પાઈપલાઈન પ્રોજેકટ માટે જરૂરી નાણાકીય રકમની સહાયની જાહેરાત, ઔદ્યોગિક પોલિસીમાં હાલ 2 વર્ષની સબસિડી સ્કીમ છે. તેને બદલે 5 વર્ષની સબસિડી સ્કીમ અમલમાં આવે,જીપીસીબી દ્વારા રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની પોલિસી છે. તેમાં ફેરફાર કરી ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન ઝોન બેઝ ઉદ્યોગોને સ્થાપવા જે 500 મીટરની પોલીસીમાં ફેરફાર સહિતના પડતર પ્રશ્નો પર વાપીના ઉદ્યોગકારોની નજર છે.

વાપીમાં આજે બજેટ માટે અલગથી વ્યવસ્થા
વાપીના ઉદ્યોગકારો અને શહેરીજનો રાજય સરકારના બજેટને લાઇવ નિહાળી શકે તે માટે વીઆઇએ ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વીઆઇએ સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યું હતું કે બપોરે 12.30થી 3 વાગ્યા સુધી પારડી ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઇ દેસાઇની બજેટ સત્રને સાંભળવવા માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...