વાપીના બલીઠા હાઇવે એમકયુબ બિલ્ડીંગની પાછળ દમણ તરફ જતી નહેરમાં પ્રદૂષિત પાણી વહેતું થતાં જીપીસીબીને જાણ કરાઇ હતી. જીપીસીબીની ટીમે સ્થળ નિરીક્ષણ કરી સેમ્પલો પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતાં. નહેરમાં પ્રદૂષિત પાણીના મુદે ગ્રામજનોમાં આક્રોશ વધ્યો છે. પ્રદુષણ ઓકતા એકમો સામે કાર્યવાહી માગ ઉઠી છે.
વાપી જીઆઇડીસી એસ્ટેટમાં સમયાંતરે કેટલાક એકમો પ્રદૂષણ પાણી છોડતાં પ્રદુષણનો મુદો ચર્ચાંમાં આવે છે, પરંતુ વાપી જીઆઇડીસી બહાર પણ પ્રદુષણનો મુદો ચર્ચામાં આવ્યો છે. ત્યારે ગુરૂવારે સવારે બલીઠા હાઇવે એમકયુબ બિલ્ડીંગની પાછળ વાપીથી દમણ તરફની નહેરમાં સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવે છે.
ખેડૂતો માટે દમણગંગા નહેર વિભાગ આ પાણી પુરવઠાનું મોનિટરિંગ કરે છે, પરંતુ આ નહેરમાં પાણી કલરવાળું વહેતું થતાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. સ્થાનિકો એકત્ર થઇ વાપી જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીની ટીમ પણ સ્થળ પર આવી પ્રદૂષિત પાણી (કલરવાળા પાણી)ના સેમ્પલો લીધા હતાં. પ્રદૂષિત પાણી નહેરમાં આવતાં આક્રોશ જોવા મળ્યો હતો.
ચાર-પાંચ દિવસમાં સેમ્પલોનો રિપોર્ટ આવશે
નહેરમાં પ્રદૂષિત પાણીના મુદે દમણ તરફથી પ્રદૂષિત પાણી આવ્યું હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ સ્થાનિકોના મતે વાપીથી દમણ તરફ પાણી જાય છે. જેથી દમણથી પાણી આવવાનો પ્રશ્ર રહેતો નથી. જીપીસીબી ઇન્ચાર્જ હરિશ ગામિતે જણાવ્યું હતું કે સેમ્પલો લીધા છે. જેનો રિપોર્ટ ચારથી પાંચ દિવસમાં આવશે. ત્યારબાદ જવાબદાર એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.