તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:ત્યજેલા બાળકની માતાને શોધવા પોલીસ CCTV ફૂટેજ ખંગાળશે

વાપી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં નવજાત શિશુને ફેંકી દેવાયું હતું

વાપી જીઆઇડીસીના જે ટાઇપ રોડ પર એક કચરાપેટી પાસે નવજાત શિશુને ફેંકી તેના પરિજનો ફરાર થઇ જતા પોલીસે બાળકને સિવિલ હોસ્પિટલમાં મોકલાવી આજુબાજુના વિસ્તારની કંપનીની સીસીટીવી ફૂટેજ મેળવાની કવાયત હાથ ધરી છે.

વાપી જીઆઇડીસીના જે ટાઇપ રોડ પાસે સોમવારે બપોરે એક કંપનીની સામે કચરાપેટી પાસે પડેલ થેલામાં હલનચલન થતા એક વ્યક્તિએ અંદર જોતા નવજાત શિશુ દેખાઇ આવ્યું હતું. જેથી તેણે આ અંગે 100 નંબર પર જાણ કરતા જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શિશુને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી બાળકને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં જીઆઇડીસી પોલીસે સ્થળના આસપાસની તમામ કંપનીથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બાળકને દત્તક લેવા ઘણા સામે આવ્યા
ત્યજી દેવાયેલા બાળકને દત્તક લેવા માટે લોકો સામે આવ્યા છે. આ બાળક તેઓ દત્તક લેવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. જોકે તે માટે અનેક કાનુની પ્રક્રિયા પુર્ણ કરવાની હોય તેમણે પ્રશાસનથી સંપર્ક કરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...