સફળતા:કપરાડામાં મંગલમ ડ્રગ્સ કંપની વેસ્ટ ઠાલવવા કેસમાં પોલીસ ઉજ્જૈન ગઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ ટેન્કરને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી

વાપી જીઆઇડીસીના સેકન્ડ ફેઝ સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓગ્રેનીક યુનિટ એકમાંથી પીળા રંગનું એલ્યુમિનીયમ ક્લોરાઇડ નામનું તીવ્ર ગંધ વાળુ પ્રવાહી કેમિકલને કપરાડાના કંુભ ઘાટ પાસે ઠાલવવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ ઝડપી પાડી ઉચ્ચ સ્તરે આ બાબતની ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે પોલીસે ગુનો નોંધી કંપનીના માલિક તથા મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં.

જોકે, આ કેસમાં ધરમપુર સર્કલ પીએસઆઇ ગામીતે ટેન્કર માલિક સરદારજીને પકડવા એક ટીમને મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ઉજ્જૈનમાં પણ સરદારજીનો કોઇ પત્તો મળ્યો ન હોવાનું બહાર આવ્યું છે.

વાપી સેકન્ડ ફેઝ સ્થિત મંગલમ ડ્રગ્સ એન્ડ ઓગ્રેનીક દ્વારા કપરાડાના માડવામાં કેમિકલ વેસ્ટ ઠાલવવાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન ટેન્કરના માલિક મન્નીદર ઉર્ફે સરદારજીને પકડવા માટે મધ્યપ્રદેશના ઉજ્જૈન સુધી પોલીસ પહોંચી છે. જોકે, ત્યાં ટેન્કરનો માલિક મળ્યો ન હતો.

વાપી ગુંજન વિસ્તારમાં રહેતા મંગલમ કંપનીના વાઇસ પ્રેસીડન્ટ કમલ ઇશ્વરલાલ વશી તથા ઉજ્જૈનના સ્પેસીફિક પેટ્રો.કેમ્પ કેમિકલના માલિક મન્નીદર ઉફ્રે સરદારજીની હરબન્સ સજુલાની ધરપકડ કરવાની હજુ બાકી છે. જોકે, પોલીસે મધ્યપ્રદેશ સુધી તપાસ લંબવાવી હતી. પરંતુ કોઇ સફળતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...