તપાસ:વૃદ્ધા હત્યા કેસમાં પોલીસે 40થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં સૂતેલી વૃદ્ધાની હત્યા કરાઇ હતી

વાપી ભડકમોરામાં શિવસેના ઓફિસની સામે પડાવમાં રહેતા અને લોહાર કામ કરતા પરિવારની 55 વર્ષીય દાદી સુંદરબાઇ રઘુનાથ સોલંકી ગુરૂવારે પડાવમાં ખાટલા ઉપર સૂતેલી હતી. ત્યારે મોડી રાત્રે એકથી દોઢ વચ્ચે તેમના માથામાં કોઇ ઇસમે હથિયારથી મારતા સ્થળ ઉપર તેમનું મોત થયું હતું.

બનાવની જાણ થતા જીઆઇડીસી પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરાઇ હતી. આરોપીને શોધવા અત્યાર સુધીમાં પોલીસે પડાવની બંને બાજુ સેલવાસ તરફ જતા અને વાપી સ્ટેશન તરફ જતા લગાવેલા 40થી વધુ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ રાખી છે. તેમજ મૃતકના સગા-સંબંધીઓ અને અન્ય લોકોની પણ સઘન પૂછપરછ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...