તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કરવડ આગમાં 4 ભંગારીયા સામે પોલીસે ગુનો નોંધ્યો

વાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંજૂરી વિના કેમિકલથી પ્રદુષણ ફેલાવતા હતા

વાપી કરવડમાં 31 માર્ચે ભંગારના ગોડાઉનોમાં લાગેલી આગને પગલે ડુંગરા પોલીસે 4 ભંગારીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપીના કરવડ તળાવ ફળિયા ખાતે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી જતા દોડધામ મચી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ જ્વલનશીલ પદાર્થો હોવાથી થોડી જ વારમાં આજુબાજુના ગોડાઉનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા.

આ કેસમાં ડુંગરા પોલીસે સરકારી કે ગ્રામ પંચાયત અને જીપીસીબીથી મંજૂરી વિના ભંગારના ગોડાઉનો ધરાવતા માલિકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી જયંતિ ખંડુ પટેલ રહે.કરવડ તળાવ ફળિયા, રામબ્રીજ સીધ્ધુ પ્રજાપતિ રહે.કરવડ તળાવા પાસે, ભીમકુમાર જોખલ લોધી રહે.કરવડ અને રમેશ સુખદેવ પ્રજાપતિ રહે.કરવડ તળાવ પાસે સામે લોકોની તંદુરસ્તીને નુકસાન કારક થાયે તે રીતે આજુબાજુની જગ્યા તથા હવાને પ્રદુષીત કરી અને પર્યાવરણને હાનિ થાય તેવું કૃત્ય કરતા ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો