લોકાર્પણની તૈયારી:30 નવે.એ ચૂંટણી પૂર્વે PM મોદીની સંઘપ્રદેશમાં મુલાકાતની સંભાવના

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમો મેડિકલ કોલેજ સહિતના લોકાર્પણની તૈયારી

સંઘપ્રદેશ દાનહના મુખ્યાલય સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક નમો મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આ ઉપરાંત દમણગંગા નદીનો દૂધની બ્રિજ, રખોલી બ્રિજ અને દમણમાં અનેક પ્રકલ્પો પૂર્ણ થયા છે. આગામી 30મી નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણ-સેલવાસની મુલાકાત લઇને નમો મેડિકલ કોલેજ સહિત અન્ય યોજનાનું લોકાર્પણ કરશે એવી સંભાવના જોવાઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઇને વહીવટી તંત્ર દ્વારા બેઠક અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે પણ કલેકટરની અધ્યક્ષતામાં પીએમ મોદીના આગમનને લઇને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે એક બેઠક થઇ હોવાનું પણ જાણવા મળે છે.1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની પ્રથમ ફેઝ માટે પડોશમાં આવેલા વલસાડ જિલ્લામાં મતદાન થવાનું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને અટકળો પણ શરૂ થઇ છે.

5 વર્ષ અગાઉ દમણમાં આવ્યા હતા
પાંચ વર્ષ અગાઉ વર્ષ 2018 ફેબ્રુઆરી માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે આવ્યા હતા. દમણના ગર્વમેન્ટ કોલેજમાં તેમના હસ્તે દમણ અને દીવમાં 1 હજાર કરોડના 36 વધુ પ્રોજેક્ટનો લોકાર્પણ તથા શિલાયન્સ કરવામાં આવયો હતો. પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ પીએમ મોદી સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અનેક વિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...