સુવિધામાં વધારો:ભૂગર્ભ ગટર બાદ વાપીના 14 MLDના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું PMમોદીના હસ્તે લોકાર્પણ

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 કરોડના ખર્ચે GUDCએ પ્લાન્ટ તૈયાર કર્યો, કાર્યરત કરાતાં હજુ સમય લાગશે

નવસારીના ચીખલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યુ હતું.જેમાં વાપી પાલિકા વિસ્તારમાં તૈયાર થયેલા 14 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. 20 કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા તૈયાર કરવામાં આવેલાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ કાર્યરત કરવામાં આવ્યો છે.પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત કરતાં થોડો સમય લાગશે.

વાપી પાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડ્રેનેજ જોડાણ આપવામાં આવી રહ્યાં છે. બીજી તરફ વાપી રોફેલ કોલેજ આગળના રોડ પર જીયુડીસી દ્વારા છેલ્લા 5 વર્ષથી રૂ.20 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલી રહી હતી.

14 એમએલડીનો પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય તે માટે પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ, વોટર વર્કસ ચેરમેન કૌશિક પટેલ, હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝા સહિતની ટીમ મોનિટરિંગ કરી રહી હતી. ભુતકાળમાં પૂર્વ વોટર વર્કસ ચેરમેન સતિષ પટેલ,જીતુભાઇ દેસાઇએ પણ આ પ્રોજેકટ માટે પ્રયાસો કર્યા હતાં.

ત્યારે નવસારીના ચીખલી ખાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાપી પાલિકાના 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની હાજરીમાં પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કે 2થી 3 એમએલડી પાણી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. થોડા સમયમાં સંપૂર્ણ પ્લાન્ટ કાર્યરત થશે. અન્ય એક સુએઝ પ્લાન્ટ માટે પણ પાલિકાએ તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...