તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ કે લાપરવાહી:વાપી પાલિકાનું ગૌરવપથમાં ડ્રેનેજ લાઈન કામગીરીમાં દિવાલ ચણતર વિના પ્લાસ્ટર

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.27 કરોડની ડ્રેનેજ, રોડ- ડિવાઈડરની કામગીરી ધીમી ગતિએ

શહેરના મહત્વના ગૌરવપથ વાપી-કોપરલી રોડને વિકસાવાની કામગીરી પાલિકા દ્વારા ચાલી રહી છે, પરંતુ પરંતુ ડ્રેનેજની કામગીરી વેઠ ઉતરાઈ છે. દિવાલ ચણતર વિના જ પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી ડ્રેનેજની કામગીરી પૂર્ણ ન થતાં ડામર રોડની કામગીરી શરૂ થઇ શકી નથી. વાપી-કોપરલી રોડને રૂ.1.27 કરોડના ખર્ચે વિકસાવામાં આવી રહ્યો છે. આ સાથે અલગથી ગટરની કામગીરી પણ થઈ રહી છે. પાલિકાએ મહત્વના આ ગૌરવપથને વિકસાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલતાં હજુ સુધી ગટરની કામગીરી પૂર્ણ થઇ શકી નથી. જેના કારણે ડામર રોડની કામગીરી શરૂ થઇ શકી નથી.

આ માર્ગનો ઉપયોગ સૌથી વધારે વાહન ચાલકો કરી રહ્યાં છે. ડ્રેનેજ કામગીરીમાં ચણતર વિના જ ઈંટો ગોઠવી દઈ દિવાલનું પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે, જેથી કામગીરીની મજબૂતી અને ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. 40 દિવસ થવા છતાં હજુ સુધી એકતરફી માર્ગ પણ બની શક્યો નથી.

સ્થળ નિરીક્ષણ કરાશે
ગણતરીના દિવસોમાં ગટરની કામગીરી પૂર્ણ કરાશે. ત્યારબાદ તરત ડામર રોડની કામગીરી શરૂ કરાશે. પાલિકા એન્જીનિયરો રોજના સ્થળ પર મુલાકાત લઈ રહ્યા છે. આમ છતાં કોઈ ક્ષતિ હશે તો સ્થળ નિરીક્ષણ કરાશે. > વિઠ્ઠલભાઇ પટેલ, પાલિકા પ્રમુખ, વાપી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો