તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિવસની અનોખી ઉજવણી:વાપીમાં જન્મદિવસની ઉજવણીએ 2021 ઘરોમાં છોડો આપવામાં આવ્યા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી JCI પ્રમુખનો જન્મદિને પર્યાવરણની જાળવાણીનો સંદેશ

વાપી જેસીઆઇના પ્રમુખ જેસી ડો. અંકિતા ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ પર્યાવરણ માસ જૂનની ઉજવણી કરી તેમજ જેસીઆઇ વાપીના સક્રિય પૂર્વ પ્રમુખ અને નોમ કોડિનેટર જેસીઆઇ ઈન્ડિયાજેસી ડો. પરિત ભટ્ટ અને જેસીઆઇ વાપીના 2021 ના પ્રમુખ જેસી ડો.અંકિતા ભટ્ટની વર્ષગાંઠ નિમિત્તે વાપી ચલા સ્થિત પ્રમુખ ગ્રીન્સ શિવાલિક હાઇટ્સ અને રેસીડેન્સી તેમજ ચેમ્પિયન્સ ક્લબના વિસ્તારના આયોજિત 2021 ઘરો માટે 2021 છોડનું મફત વિતરણ કર્યું હતું.

સવારથી સાંજ સુધી સોસાયટીઓના પ્રમુખ નિલેશ ગાબાની, મુકેશ દેસાઈ , દિલીપભાઈ પાટીલ , આલમખા પટેલ અને કમિટી સભ્યો તેમજ રહેવાસીઓના સહયોગથી ચેરમેન સુનિતા પટેલ, અમિત પટેલ, પ્રતીક ગુપ્તા મોનાલી જોશીના સફળ પ્રયત્નો થકી યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, ચીફ ઓફિસર દર્પણભાઈ ઓઝા તેમજ આસિસ્ટન્ટ કન્સરલેટીવ ઓફ ફોરેસ્ટ જીનલબેન ભટ્ટ ઓઝાની દરેક સ્થળોએ ઉપસ્થિતિમાં 2021 વૃક્ષો છોડનું વિતરણ કરાયું.

વાપી પ્રમુખ ડો. અંકિતા ભટ્ટને અને તેમની ટીમની કામગીરીને બિરદાવાઇ હતી. કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ચિરાગ પટેલ, ગૌરવ અગ્રવાલ, તેમજ આશીષ, ભારતીબેન, લાવણ્યા રેડિ સહિત સભ્યો હાજર રહ્યા હતાં. આમ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...