તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:વાપીમાં બે દિવસથી રસીનો જથ્થો ન મળતાં લોકો કલાકો સુધી રાહ જોઇ પરત

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી તાલુકામાં છેલ્લાં બે દિવસથી વેકિસનેશનનો જથ્થો ન મળતાં લોકોએ બે દિવસથી પરત ફરવાની નોબત આવતાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાપીમાં સોમવાર અને મંગળવારે વેકિસનેશનનો જથ્થો ન મળતાં લોકોએ રસી લીધાં વગર પરત ફરવું પડયું હતું.જેને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા અગાઉથી જાણ કરવામાં ન આવતાં લોકોએ છેલ્લાં બેદિવસ થી હેરાન થયા હતાં.રાજય સરકારે મોટાપાયે 21મી જુને ઠેરઠેર વેકિસનેશન થશે એવી જાહેરાત કરી હતી.પરંતુ 28મી જુન થી 29મી જુન આમ બેદિવસથી રસીકરણ માટેનો જથ્થો ન મળતાં લોકોએ રસી લીધા વગર જ ઘરે જવું પડ્યું હતું.

વાપીમાં રસીકરણનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તેમજ સૌથી વઘુ વેકિસનેશન પણ વાપી વિભાગમાં થઇ રહ્યું છે.પરંતુ સમયસર અને પુરતો રસીનો જથ્થો ન મળતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ ઝડપથી 45 પ્લસનો બીજો ડોઝ અને 18 પ્લસથી 45 સુધીનાં માટે પુરતી રસીનો સ્ટોકની વ્યવસ્થા કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...