વાપીમાં સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા વાપીમાંથી પસાર થતી દેશને ઉપયોગી એવા બે પ્રોજેક્ટ બુલેટ ટ્રેન (હાઈ સ્પીડ રેલ) અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી.અને બંને પ્રોજેક્ટની વૈજ્ઞાનિક ગુણવત્તાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સેમિનારમાં ઈએવીના પ્રમુખ પાર્થિવ મહેતાએ છેલ્લા પાંચ મહિના પ્રયાસ બાદ એલએન્ડટી હેવી કન્સ્ટ્રકશન અને ડીએફસીસીઆઈએલ દ્વારા ઈએવીના પ્લેટફોર્મ પર સભ્યોને ટેકનિકલની માહિતી આપી હતી. એલએન્ડટી હેવી કન્સ્ટ્રકશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાકેશકુમાર ઝા અને એમના સાથી ડીજીએમ પ્લાનિંગ હિમાંશુ નાગર દ્વારા બુલેટ ટ્રેનની વિશેષતા, ટેકનોલોજી, રાષ્ટ્ર નિર્માણ અંગે માહિતી પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા બતાવવામાં આવી હતી.અને માટી પરીક્ષણ માટે જીઓ ટેકનોલોજી લેબોરેટરી જે વિશ્વમાં સર્વ પ્રથમવાર આ સ્તરે પ્રોજેક્ટ માટે સ્થાપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર અને એડિશનલ જીએમ રાઈટ્સના સંજીવ રજારીયા અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ બ્રિજ ગિરીશભાઈ રામાતકર દ્વારા માત્ર રેલવેના કાર્ગો લઈ જતી નવી રેલવે લાઈન જે હરિયાણાના દાદરીથી વાયા ગુજરાત થઈને મુંબઈ સુધી જતી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ટેકનોલોજી વિશે પ્રોજેક્ટર સ્લાઈડ્સ દ્વારા મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર માહિતી ઉપસ્થિત એન્જિનિયરોને આપી હતી.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ઈન્ડિયન કોસ્ટગાર્ડ દમણના ચીફ એર ટ્રાફિક કન્ટ્રોલર કમાન્ડન્ટ , શ્યામ સુંદરજી અને અતિથિ વિશેષ તરીકે યુપીએલ હેડ રોબોટિક્સ વિભાગના પ્રદિપ કોલાટકર અને યુનિફોસ એન્વાયરો ટોનિકના વાઈસ પ્રેસિડેન્ટ વિજય પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ઈએવીના ટ્રસ્ટી અશોક. શાહ, સી.ડી. મહેતા, અરૂણ અગરકર, પૂર્વ પ્રમુખ જયેશ. ઘાટલિયા, તરૂણ ખંડેડિયા, રૂચિર જાની, પ્રોજેક્ટ ચેરમેન સંતોષ સદાનંદન, ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયા, સેક્રેટરી કમલેશ લાડ, જો.સેક્રેટરી વિવેક મડિયા, ખજાનચી કલ્પેશ બથીયા તથા કમિટી સભ્યો મિતેશ શ્રોફ, પંકજ દામા, બંકિમ અમીન, સુધીર ચૌધરી, ધર્મેશ કાપડિયા વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.