તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીનો જથ્થો ખુટયો:વલસાડ જિલ્લાના અનેક કેન્દ્રો પર લોકોએ પરત જવુ પડે છે

વાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં વેક્સિનેશન માટે સારોે પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ રસીનો જથ્થો ખુટી જતાં આરોગ્ય કેન્દ્ર પરથી લોકોએ પરત જવાની ફરજ પડી રહી છે. નકકી કરેલા આરોગ્ય કેન્દ્રો પર રસીનો પુરતો જથ્થો આપવામા આવી રહ્યો નથી. વાપી તાલુકા સહિતના કેન્દ્રો પર વેક્સિન માટે લોકો ઉમટી રહ્યા છે, પરંતુ જથ્થો ઓછો હોવાથી પરત ફરતાં લોકોમાં નારાજગી છે.

વાપી શહેરમાં વિવિધ સ્થળોએ વેક્સિનેશન માટે કેમ્પો ચાલી રહ્યાં છે. વીઆઇએ ખાતે ચાલી રહેલા કેમ્પમાં મંગળવારે રસી ન આવતાં કેમ્પ મુલતવી રહ્યો હતો. વાપી,પારડી,ઉમરગામ તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર રસીનો પુરતો જથ્થો આવી રહ્યો નથી. બીજી તરફ રસી માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. રસી ન મળતાં લોકોએ પરત જવાની ફરજ પડી રહી છે. રાજયમાંથી વલસાડ જિલ્લાને આપવામાં આવતો રસીનો જથ્થા પર કાપ મુકવામાં આવી રહ્યો છે.

આ અંગે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ પટેલે જણાવ્યુ હતુ કેે વલસાડ જિલ્લામાં કોવિશિલ્ડના 1100, કોવેક્સિન 7600 ડોઝનો જથ્થો છે. બીજી તરફ લોકોની સંખ્યા સામે રોજના રસીનો જથ્થો ખુટી રહ્યો છે. ઉપરથી રસી ન આવતાં કેન્દ્રો પર લોકોમાં આક્રોસ વધી રહ્યો છે. વલસાડ જિલ્લામાં રસીનો જથ્થો વધુ આવે તેવા પ્રયાસો જનપ્રતિનિધિઓ કરે તેવી માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો