તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મહારાષ્ટ્રના લોકો રસી માટે ઉમરગામમાં આવતા વિરોધ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોને પ્રાથમિકતા આપવા માગણી

મહારાષ્ટ્રમાં હાલ વેક્સિનની અછત હોવાથી ઉમરગામને અડીને આવેલાં મહારાષ્ટ્રના ગામોના લોકો રસી લેવા માટે આવતાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દોઢ માસ અગાઉ દહેરી, ગોવાડા તથા આજુબાજુના ગામોમાં મહારાષ્ટ્રના બોરડી,ગોલવડ, ઝાંઇ, તલાસરી સહિત ગામોના કેટલાક લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. પરંતુ હવે બીજા ડોઝ માટે પણ અહીં આવતા વેક્સિનની અછતના કારણે સ્થાનિકોએ મહારાષ્ટ્રના લોકોને હાલ રસી ન આપવા આરોગ્ય વિભાગને રજૂઆત કરી છે.

ઉમરગામ તાલુકામાં પણ વેક્સિનની અછતના કારણે સ્થાનિકોએ પહેલા ગુજરાતના લોકોને રસી આપવા માંગ કરી છે. સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ, મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમરગામ, વાપી, સરીગામની કંપનીઓમાં આવે છે. જેથી આ કામદારો અને કર્મચારીઓ માટે અહીં વેક્સિનની સુવિધા ઉપલબ્ધ થઇ રહી છે. આ અંગે ઉમરગામના તાલુકા હેલ્થ ઓફિસર રૂપેશ ગોહિલે જણાવ્યું કે, મહારાષ્ટ્રના કેટલાક લોકોએ ઉમરગામના દહેરી ગામમાં રસી મુકાવી હતી. જે અંતગર્ત ગ્રામજનોએ એક લેખિત રજૂઆત કરી પહેલા સ્થાનિકોને રસી આપવા માગ કરી છે. કેટલાક લોકો પ્રથમ રસીનો ડોઝ મુકાવ્યાં બાદ બીજા ડોઝ માટે આવતાં આ સ્થિતિ ઉદભવી છે. સરકારની ગાઇડલાઇન મુજબ વેક્સિનેશન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...