તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણવાયુની મોંકાણ:પાટિલે કહ્યું, પ્રશ્ન હલ થઇ ગયો અને વાપીની હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી નવા દર્દીને ન લેવાના બોર્ડ લાગ્યા

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે પૂરતો ઓક્સિજન જથ્થો હોવાનું જણાવ્યું અને બીજી તરફ હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા

વાપીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન હવે વિકરાળ બની રહ્યો છે. રવિવારે વાપીની મુલાકાતે આવેલાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે જિલ્લા અને રાજયમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન દુર થઇ ગયાનો દાવો કર્યો હતો, પરંતુ આ દાવાના ગણતરીના મિનિટોમાં જ વાપી જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે નવા દર્દીઓને સારવાર આપી શકીએ તેમ નથી એવા બોર્ડ લાગ્યા હતાં.

ઓક્સિજન ખુટતા આવરાના દિવસોમાં સ્થિતિ કફોડી બની શકે છે. વલસાડ જિલ્લામાં ઓક્સિજનની અછત અંગે ખાનગી હોસ્પિટલોના તબીબોની રજૂ્આત વચ્ચે રવિવારે ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ આવી પહોંચ્યા હતાં. વાપીની હરિયા હોસ્ટિલમાં નાઇટ્રોજનમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતાં નવા પ્લાન્ટને ખુલ્લુ મુક્યું હતું. પરંતુ હજી પણ જરૂરિયાત મુજબનો ઓક્સિજન હોસ્પિટલોને મળતો ન હોવાથી મુશ્કેલી યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો