પેચવર્ક શરૂ:વાપીના ચણોદથી શામળાજી માર્ગનું પેચવર્ક શરૂ, ટકાઉ માર્ગની મંજૂરી મળશે

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ખરાબ માર્ગથી હજારો ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડે છે

વાપીના ચણોદથી શામળાજી તરફનો નેશનલ હાઇવે વરસાદથી ધોવાતા બિસ્માર બન્યો હતો,પરંતુ હાલ પેચવર્કની કામગીરી ચાલી રહી છે. કરવડ, ધરમપુર તરફના ને.હા.નં. 56 પર માર્ગની મરામત કામગીરીથી હજારો વાહન ચાલકોને રાહત થશે. આગામી દિવસોમાં ટકાઉ માર્ગ માટે નવો ફોરલેન માર્ગ રૂ. 200 કરોડના ખર્ચે મંજુર થવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.

વાપી શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ચોમાસામાં ધોવાતા હજારો વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. બિસ્માર માર્ગ અંગે મંત્રીઓ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. હાલ વાપીથી મોડાસા નેશનલ હાઈવે નં. 56 જતા બિસ્માર રોડની પેચવર્ક ની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ કરવડ ગામ સુધી પેચવર્ક નું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. હવે વાહનચાલકોને અવર -જ્વર કરવામાં સરળતા રહેશે.

પારડીથી કપરાડા અને વાપીથી ધરમપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓની રીપેરીંગ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ વાપીથી કરવડ, ધરમપુર સુધીના ને.હા.નં. 56 નો નવો ફોરલેન માર્ગ રૂ. 200 કરોડના ખર્ચે મંજુર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનું થોડા દિવસોમાં ખાતમુર્હુત થઇ શકે છે. જેના કારણે વાપીથી કરવડ, દેગામ, મોટાપોંઢા, નાનાપોંઢા, બાલચોંઢી, ધરમપુર તરફ જતા નેશનલ હાઈવે 56 નો માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને મોટી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...