તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પારડીની વિધવા મહિલાઓને દાખલા સરળતાથી મળી રહેશે, વિપક્ષના નેતાની રજુઆતથી વિધવા સહાયમાં સરળતા

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ગુરમિતસિંઘ પી. ચંડોક દ્વારા વિધવા બહેનોને સરકાર દ્વારા આપવામાં આવતી વિધવા સહાય મેળવવા માટે પુનઃ લગ્ન કર્યા નથી નો દાખલો જેતે ચુંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવે, તે અંગેની રજૂઆત પારડી તાલુકાના મામલતદાર નીરવભાઈ સી. પટેલને કરવામાં આવી હતી. ઉપરોક્ત રજુઆત વિરોધપક્ષના નેતા દ્વારા એ માટે કરવામાં આવી હતી કે ઉપરોક્ત દાખલો કઢાવવા માટે વિધવા બહેનો અને તેમાં સૌથી વધુ વયોવૃદ્ધ અશકત માતાઓ દાખલો પ્રાપ્ત કરવા માટે મામલતદાર કચેરી સ્થિત કસ્બા તલાટી સમક્ષ જરૂરી પુરાવા અને સાક્ષી સાથે ઉપસ્થિતિ થવું પડતું હતું.

પરંતુ મામલતદાર નું આ બાબતે વિરોધપક્ષના નેતા દ્વારા ધ્યાન દોરવામાં આવતાં તેમને તે વિષય અનુસંધાને દાખલા પારડી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પારડી પાલિકા વિસ્તારમાં વસવાટ કરતી વિધવા બહેનોને સરકારની યોજનાનો લાભ લેવા માટે મંજૂરી આપી હતી. આ કાર્ય જોઈને વલસાડ નગરપાલિકામાં આ મુજબની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવે કિલ્લા-પારડી નગરપાલિકામાં પણ વિરોધપક્ષના નેતા દ્વારા પારડી મામલતદારને યોગ્ય રજૂઆત કરી વિધવા બહેનોના હિતમાં આ જનહિતનું કાર્ય પારડી નગરપાલિકામાં કરાવવા માટે સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...