પરિવારનો પ્રશાસન સામે રોષ:પારડીનો યાત્રી ટ્રેનમાં બેગ ભૂલ્યો પરત મળતા રૂપિયા-સામાન ગાયબ

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પોલીસે પરત કરેલી બેગમાં માત્ર કપડા મળ્યા

પારડીનો યુવક અમરનાથ યાત્રાથી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં બેગ ભૂલી ગયા બાદ રેલવે પોલીસે તેમને સંપર્ક કરી બેગ પરત આપતા તેમાંથી રોકડા રૂપિયા અને અન્ય સામાન ગાયબ હોવાથી યુવકમાં રોષ જોવા મળ્યો હતો.

પારડી ખાતે શ્રી હરિ કો.ઓ.સોસાયટીમાં રહેતા સંજય આર.બારીયા 14 જુલાઇએ અમરનાથ ગ્રુપ સાથે યાત્રાએ ગયા હતા. જ્યાંથી દર્શન કરીને 23 જુલાઇએ જમ્મુ તાવી ટ્રેનમાં પાછા આવી વાપી ઉતર્યા હતા. ટ્રેનમાં તેમની બેગ રહી ગઇ હતી. બેગ ઉપર નંબર અને એડ્રેસ હોવાથી આરપીએફના જવાને કોલ કરી જણાવ્યું હતું કે, તેમની બેગ પાલઘર સ્ટેશનેથી મળી આવી છે.

પાલઘરથી બેગ મંગાવી સંજયભાઇને પરત આપતા ચકાસણી કરતા અંદરથી રોકડા રૂ.17 હજાર ગાયબ હતા. તે સાથે ટ્રીમર, સેન્ટની બોટલ પણ મળી ન હતી. બેગમાં માત્ર કપડા મળતા સંજયભાઇ સહિત તેમના પરિવારમાં પ્રશાસન સામે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...