અક્સ્માત:બલીઠા પાસે કારે પાછળથી બાઇકને ટક્કર મારતા પારડીના ચાલકને ઇજા

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત પારડીનો વેપારી વાપીથી કામ પતાવીને ઘરે જઇ રહ્યો હતો

વાપી હાઇવે સ્થિત મામલતદાર ઓફિસની સામે સુરત તરફ જવાના ટ્રેક ઉપર કાર ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા પારડીના યુવકને ઇજા પહોંચી હતી. પારડી સવાધ્યાય મંડળ રોડ સ્થિત જલારામ નગરમાં રહેતા 34 વર્ષના વેપારી જયનેશ શાંતિલાલ લાડ 27મી સપ્ટેમ્બર પોતાની બાઇક નંબર જીજે 21 એઇ 7237 લઇને વાપીથી પારડી ઘરે જઇ રહ્યા હતા.

આ દરમિયાન વાપી હાઇવે સ્થિત મામલતદાર ઓફિસની સામે પાછળથી પૂરઝડપે આવતી કાર નંબર જીજે 15 સીએલ 7191ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. બાઇક ચાલક રોડ ઉપર પટકાતા નાની મોટી ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે રવિવારે ઇજાગ્રસ્ત યુવકના સંબંધીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...