ગૌરવ:પારડી સ્કૂલનો વિદ્યાર્થી યુકે બોર્ડમાં પ્રથમ, ધોરણ 12 સાયન્સના પાંચેય વિષયોમાં એ પ્લસ ગ્રેડ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટી ઇમ્પેરિયલ યુનિ.માં એડમિશન, પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ

પારડી ભાસ્કરધ્રુતિ સ્કુલમાં ધો.1થી 4 સુધી અભ્યાસ કર્યા બાદ હાલ યુ.કે.ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ધો.12 સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાં જાહેર થયેલા પરિણામમાં પાંચેય વિષયમાં એ પ્લસ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સફળતા સાથે યુ.કે.ની સૌથી મોટી ઇમ્પેરિયલ યુર્નિવસિર્ટીમાં એડમિશન પ્રાપ્ત કર્યુ છે. પારડીના વિદ્યાર્થીએ સફળતા મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે.

પારડી સ્ટેશન રોડ સર્જન કોલોની ખાતે રહેતા વ્રજ પાઠકે ભાસ્કરઘ્રુતિ સ્કૂલમાં ધો.1થી 4માં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે યુ.કે.(લંડન) જઇ હૈઇડન્સ સ્કૂલ હેરોમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી. યુ.કે.ના બોર્ડ પરીક્ષામાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓમાં વ્રજ પાઠકે એક્સટેન્ડ પ્રોજેકટ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ફર્ધર મેથ્સ,મેથ્સ એમ પાંચેય વિષયોમાં એ પ્લસ ગ્રેડ મેળવી પ્રથમક્રમ મેળવ્યો હતો. તેમને ઇમ્પેરિયલ યુર્નિવસિર્ટી કોલેજમાં એડમિશન મળી ગયું છે.

પારડી રહેતા તેમના દાદા મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષીએ જણાવ્યું હતું કે સાયન્સમાં માત્ર વ્રજે પાંચેય વિષયમાં એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે. યુકેમાં ટકાવારી પ્રમાણે નહિ પરંતુ ગ્રેડ પ્રમાણે રિઝલ્ટ આપે છે. વજ્રને ઇમ્પેરિયલ યુર્નિવસિર્ટીમાં એડમિશન પણ મળી ગયું છે.

યુકે સરકાર અમેરિકા શિક્ષણ માટે મોકલશે
યુ.કે.ખાતે લેવાયેલી ધો.12 સાયન્સમાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં યુ.કે.ના સ્થાનિક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.આમ છતાં જાહેર થયેલા પરિણામમાં ગુજરાતી વિદ્યાર્થીએ ડંકો વગાડયો હતો. મુળ પારડીનો વિદ્યાર્થી હોવાથી આ સિદ્ધી બદલ શહેરનું ગૌરવ પણ વધાર્યું છે. આ સાથે યુ.કે.સરકાર એક વર્ષ માટે વ્રજને શિક્ષણ માટે અમેરિકા મોકલશે.