સેવા:પારડી ચંન્દ્રપુર માંગેલાની તરવૈયા ટીમ દર વર્ષે 500થી ‌વધુ શ્રીજીની મૂર્તિના વિસર્જન કરે છે

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટનાં યુવાનોએ જીવના જોખમે 80થી વધુ લોકોને ડુબતાં બચાવ્યા છે

પારડી તાલુકાનું ચંન્દ્રપુર માંગેલા લાઇફ સેવર ટ્રસ્ટનાં યુવાનો વંશ પરંપરાગતથી દર વર્ષે 500થી વધુ ગણેશજીની મૂર્તિઓનું પાર નદીમાં કોઇપણ જાતની અપેક્ષા વગર નિ સ્વાર્થ ભાવનાથી વિસર્જનની કામગીરી કરી રહ્યા છે.માંગેલા યુવાનો પોતાનામાં રહેલું કૌશલ્ય નિ સ્વાર્થ ભાવે સેવા કરી માનવતાની મહેક પ્રસરાવી સમાજમાં ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.ચંન્દ્રપુરનાં માંગેલા સમાજનાં યુવાનો પરંપરાગત રીતે 35વર્ષથી પાર નદીમાં શ્રીજીની વિસર્જનની કામગીરી કરી રહ્યા છે.તેમજ વલસાડ જિલ્લામાં કુદરતી હોનારત કે કોઇપણ વ્યક્તિ ડુબી જાય તેને નદી,તળાવ કે પાણી, ખીણ માંથી જીવના જોખમે બહાર કાઢે છે. અત્યાર સુધીમાં હજારો ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન તેમજ 80થી વધુ લોકોને ડુબી જતાં બચાવ્યા છે.તેમજ સેંકડો લાશ પાણી માંથી કાઢી છે.આમ આ યુવાનો સેવા યજ્ઞ કરી સમાજ,રાષ્ટ્ર પ્રત્યે પોતાનું દાઇત્વ અદા કરી રહ્યા છે.

કૌશલ્ય પ્રભુ કાર્યમાં અર્પણ કરવાનો પ્રયાસ માંગેલા સમાજનાં અગ્રણી તેમજ પારડી પાલિકાના કારોબારી અધ્યક્ષ ગજાનંદ માંગેલાએ જણાવ્યું કે અમે સ્વાધ્યાય પરિવારનાં પ્રણેતા પાડુરંગ શાસ્ત્રીજીએ આપેલા ભગવદ્ ગીતાનાં વિચાર થકી ભગવાને આપેલું કૌશલ્ય પ્રભુ કાર્યમાં અર્પણ કરી પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કરી રહયા છે.પ્રભુ આપેલું કૌશલ્ય તેનાં કાર્યમાં ધરી નિમિત બનવાનો પ્રયાસ છે. ગુણવંત માંગેલાએ સૌથી વધુ લાશો કાઢી ચંન્દ્રપુરનાં ગુણવંત માંગેલાએ દમણમાં જ્યારે પુલ તૂટી ગયો હતો ત્યારે 8 લાશ કાઢી હતી.તેમજ વલસાડ જિલ્લામાં કોઇપણ કુદરતી હોનારત કે નદી,તળાવ અને પાણીની ખીણમાં કોઇ ડુબી ગયું હોય તો તેને જીવના જોખમે કાઢવાની કામગીરી ચંન્દ્રપુરનાં તરવૈયાની ટીમ હંમેશા તૈયાર રહે છે.

અન્ય સમાચારો પણ છે...