વિવાદ:પારડી AAP ટિકિટનો વિવાદ વકર્યો શહેર પ્રમુખ ભાજપમાં જોડાઇ ગયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટ ન મળતાં નારાજ AAP ના કાર્યકરોએ રાજીનામા આપ્યાં

પારડી 180 વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી વાપી અને પારડીના 3 દાવેદારોએ દાવેદારી કરી હતી. જેમાં વાપીના ડો. રાજીવ પાંડે, વિજય શાહ અને સંજયભાઇના નામનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમુખે પણ આ નામોમાંથી ઉમેદવારની પસંદગી થશે એવું જણાવ્યું હતું.

પરંતુ સરવે બાદ બલીઠાના યુવાનને ટિકિટ આપતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી પ્રસરી હતી.પારડી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહએ રાજીનામુ આપી શુક્રવારે વાપી ખાતે નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.તેમની સાથે અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતાં. જેને લઇ રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો હતો. વિજય શાહ અગાઉ ભાજપ સાથે જોડાયેલા હોવાથી ફરીથી ઘરવાપસી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...