વિરોધ:પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિતની જાહેરાત CM નહિ PM કરે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીવલ ખાતેની ખેડ સત્યાગ્રહની રેલીમાં કોંગ્રેસ પ્રભારી, ધારાસભ્યો, વિરોધ પક્ષના નેતાના ભાજપ પર આકરા પ્રહારો, પ્રોજેક્ટ સામે વિરોધ

1 સપ્ટેમ્બર 1953થી યોજાતી કિસાન રેલીનું આ વખતે પારડીના ચીવલ અને રોહિણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ પ્રેરિત ચીવલ ખાતે યોજાયેલી કિસાન રેલીમાં પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો મુદો ફરી ઉઠયો હતો. ચૂંટણી નજીક હોવાથી આ પ્રોજેક્ટની રદ્ની જાહેરાત કરાઇ છે. કેન્દ્રના પ્રોજેક્ટની જાહેરાત સી.એમ. કેવી રીતે કરી શકે. આદિવાસી સમાજને ભાજપ ગુમરાહ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિતની જાહેરાત કરે. આ શબ્દો રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યા હતાં.

પારડીના ચીવલ મરી માતા મંદિરની સામે કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક આદિવાસી ખેત સત્યાગ્રહ રેલીનું ગુરૂવારે બપોરે 1 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને રેલીના કન્વીનર વંસત પટેલે હાજર સૌ મહાનુભાવનોનું શબ્દોથી સ્વાગત કરી આદિવાસી સમાજને થઇ રહેલા અન્યાય અંગે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતાં. વિરોક્ષ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે વસાવેલી મિલકતને ભાજપ હાલ વેચી રહી છે. 14 હજાર એકર જમીન વર્ષો સુધી ચાલેલા આંદોલનના કારણે મળી છે. નવી પેઢીએ આ ન ભુલવું જોઇએ.વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આજે 6 હજાર પ્રાથમિક શાળા રાજયમાં બંધ કરવામાં આવી છે.

કપરાડાની રસ્તાની હાલત જુઓ ?આ વખતે કપરાડા જીતવાની છે.પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટમાં આદિજાતિ મંત્રી,નાણામંત્રી, મુખ્યમંત્રી અલગ-અલગ નિવેદનો આપી રહ્યાં છે. કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર થયેલા પ્રોજેક્ટને ગુજરાત સરકાર સ્થગિત કરી શકે નહિ. હવે ભારતમાલા પ્રોજેક્ટ આવી રહ્યો છે. ફરી અમે વિરોધ કરવા તૈયાર છીએ.જયારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીના કારણે પાર રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદસત્રમાં આ પ્રોજેક્ટ સ્થગિતની જાહેરાત કરે. રાજસ્થાન,છત્તીસગઢમાં આદિવાસી સમાજ માટે 10 લાખનો વીમો છે. ગુજરાતમાં સરકાર કોંગ્રેસની આવશે તો 5 લાખ યુવાનોને રોજગારી આપીશું.આ કાર્યક્રમમાં કર્ણાટકના કોંગ્રેસના નેતા,ધારાસભ્યો,માજી સાંસદ કિશન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. ડુંગરીના સતિષ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.

બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મના આરોપીને સરકારે નિર્દોષ છોડયા: જીજ્ઞેશ
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે બિલ્કિસ બાનુ નામની મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને ગુજરાત સરકારે નિદોર્ષ છોડી મુકયા છે. આરોપીઓને મીઠાઇ ખવડાવામાં આવે છે. આ બાપુનું ગુજરાત ન હોઇ શકે. દુષ્કર્મી અને હત્યારાઓ પાછળ મીઠાઇ અને ઢોલ નગારા વગાડવામાં આવે છેે. સંસ્કાર તો તમારા સારા નથી. કોંગ્રેસ તો જળ,જમીન,જંગલની ગેરન્ટી આપે છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની 125 બેઠકો આવશે. કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યુ એવા સવાલો પુછે છે તેમને પુછજો કે તમારા પિતાજી કોની સ્કૂલમાં ભણ્યાં છે.વધુમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.આદિવાસી વિસ્તારમાં ગ્રામજનોને પુછયા વગર કોઇ કામગીરી કરાતી નથી.તેમ છતાં આદિવાસી વિસ્તારને ભાજપ ટાર્ગેટ કરે છે.

રોહીણાના કાર્યક્રમમાં કિસાનો માટે આધુનિક ભવનની જાહેરાત
પારડીના રોહીણા આશ્રમશાળામાં પારડી વિભાગ કિસાન પંચાયત દ્વારા કિસાન મુક્તિ દિને ખેડ સત્યાગ્રહની રેલી નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે પારડીના ઐતિહાસિક કિલ્લા પાસે નગરપાલિકા કચેરીની બાજુમાં કિસાન પંચાયતની જગ્યા આવેલી છે. ત્યાં હંમેશા માટે લોકો કિસાન મુક્તિ દિન યાદ રાખે અને લડવૈયા સ્વ. ઇશ્વરભાઇ દેસાઈ અને સ્વ. ઉત્તમભાઈ પટેલ સાથે ક્રાંતિ વીરો જેમણે લડત ઉપાડીને સરકાર પાસે 14 હજાર એકર જમીન લોકોને અપાવી તેમજ અન્ય દાતાની યાદમાં કિસાનો માટે આધુનિક ભવન બનાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...