તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડે મોડે જાગી સરકાર:વાપી, પારડી, કપરાડા અને ધરમપુર CHCમાં ઓક્સિજનયુકત બેડ સુવિધા

વાપી/પારડી/નાનાપોઢાં |એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધતા અને ત્રીજી લહેરની અગમચેતીએ દવાખાનામાં સુવિધા વધારાઈ
  • ચલા CHCમાં 15 બેડની સુવિધા ઉભી કરાઈ, નાનાપોંઢા સીએચસીને મુંબઇના ટ્રસ્ટે હવામાંથી ઓક્સિજન બનાવવાનું યુનિટ આપ્યું

લસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં ઢગલાબંધ કેસો આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પુરતી સુવિધા મળી રહી નથી, ત્યારે મોડે મોડે સરકાર એકશનમાં આવી હોય એવુ લાગી રહ્યું છે. કપરાડા,ધરમપુર,પારડી,વાપી સીએચીસીમાં ઓક્સિજનની સુવિધા સાથે બેડો કાર્યરત થઇ રહ્યાં છે. ધરમપુરના પીંડવળમાં સીએચસી અને પારડીસી સીએચસીમાં ઓક્સિજનની ટેન્ક મુકવામાં આવશે.કપરાડા તાલુકાના સરકારી દવાખાનમાં ઓક્સિજન સાથેની સુવિધા દર્દીઓને મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. જેના કારણે ગરીબ અને આદિવાસી વિસ્તારના કોરોનાના દર્દીઓને મોટી રાહત મળશે. જો કે આઇસોલેશન સેન્ટરોમાં દર્દીઓને પુરતી સુવિધા મળી રહી નથી.

ઈએસઆઈસી બાદ હવે ચલા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ સેન્ટર શરૂ

ઓક્સિજના સિલિન્ડરોની ફાળવણી કરાતા દર્દીઓને રાહત થશે

ખાનગી હોસ્પિટલો અને સિવિલ હાઉસફુલ થતાં થોડા દિવસો અગાઉ વીઆઇએ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા સાથે 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી. હવે વાપીના ચલા સામુહિક આરોગ્ય કેન્દ્ર (સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ)માં ઓક્સિજનની સુવિધા સાથે બેડ શરૂ કરવામાં આવશે. મંત્રી રમણલાલ પાટકર,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત આગેવાનોએ ચલા સીએચસીની મુલાકાત લીધી હતી. જેમાં મંત્રીએ જણાવ્યુ હતું કે ચલા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 15 ઓક્‍સિજન બેડ સહિતનું કોવિડ કેર સેન્ટર રૂ કરી દેવામાં આવશે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા હેલ્‍થ ઓફિસર, મેડીકલ ઓફિસર, અગ્રણી શિલ્પેશભાઇ દેસાઇ, મહેશ ભટ્ટ, મિતેશ દેસાઇ, સહિત મેડિકલ સ્‍ટાફ હાજર રહ્યો હતો.

સિલિન્ડરો આવતાં 15 બેડો કાર્યરત કરાશે
કોવિડ સેન્ટર ઓક્સિજનની સુવિધા સાથે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓક્સિજનના સિલિન્ડરો આવતાં જ આ કોવિડ સેન્ટર કાર્યરત કરાશે. જેમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રાહત થશે. - નિતિન પટેલ, આરએમઓ. ચલા

પારડી CHC ખાતે કોવિડ કેરની શરૂઆત સાથે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓક્સિજન ટેન્ક બનશે
મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત પારડી, અને રોહિણા સામુહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ અધિકારીઓ, આરોગ્યકર્મીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પારડી- રોહિણા ખાતે ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. પારડી સીએચસી ખાતે ધારાસભ્ય કનુ દેસાઇની ગ્રાન્ટમાંથી 25 લાખના અનુદાન થકી ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવાનું આયોજન પણ કરાયું છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ થતાં સિવિલ હોસ્પિટલનું ભારણ ઓછું થવાની સાથે દદીઓને પણ નજીકના સ્થળે સારવાર મળી રહેશે. પારડી તાલુકાના ગોઇમા, ડુંગરી અને ડુમલાવ ખાતે ગ્રામ સમિતિના સભ્યો, આરોગ્‍ય ટીમ સર્વે કરી કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક‍તિઓને પ્રાથમિક ધોરણે સારવાર આપી દવાનું વિતરણ કરાશે.

ધરમપુરના પિંડવળ સીએચસીમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન ટેન્ક બનશે
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા અને સ્થાનિક સ્તરે જ કોરોના દર્દીને સારવાર મળી રહે એ માટે સરકાર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. શનિવારે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં મળેલી બેઠકમાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પિંડવળ સીએચસી ખાતે 25 લાખના ખર્ચે ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવામાં આવશ તેવી જાહેરાત કરી હતી.

બે સીએચસીને ઓક્સિજન યુનિટ દાન
મારૂં ગામ કોરોના મુક્ત ગામ, અભિયાનમાં વન અને આદિજાતિ મંત્રીએ કપરાડા તાલુકાના સુથારપાડા, નાનાપોંઢાની સીએચસી કેન્દ્રની મુલાકાત લઇને અધિકારી સાથે ચર્ચા કરી હતી. મુંબઇની સ્પર્શ ટ્રસ્ટના સૌજન્યથી કપરાડા અને નાનાપોંઢા સીએચસીને હવામાંથી ઓક્સિજન બનાવવા માટેના યુનિટ આપવામાં આવ્યા હતા. કપરાડાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી હવે ઘર નજીક કોરોનાની સારવાર કરી શકે એવા પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...