વાપી શહેરના હયાત રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 21 ડિસેમ્બરે બ્રિજને બંધ કરી તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. 4 જાન્યુઆરી સુધીમાં રેલવે હદમાં 85 મીટર બ્રિજને તોડવાની કામગીરી પૂર્ણ થઇ છે. રાત્રે પણ આ બ્રિજને તોડવાનું કામ યથાવત ચાલી રહ્યું છે. જો કે બ્રિજ બંધ થતાં લોકોએ ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
વાપી શહેરના 25 વર્ષ જુના રેલવે ઓવરબ્રિજ વાપી,દમણ અને સેલવાસના લોકો માટે ખુબ જ ઉપયોગી છે. હવે 140 કરોડના ખર્ચે ચાર માર્ગીય બ્રિજના નિર્માણના પગલે બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે. 21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીમાં 85 મીટર બ્રિજને તોડવાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. એટલે કે રેલવે ટ્રેકની બંને તરફ બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણતા તરફ પહોંચી છે.
આગામી દિવસોમાં બંને તરફ બ્રિજ તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવશે.ડીએફસીસી અને વાપી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી રહ્યાં છે. રાત્રે પણ આ બ્રિજને તોડવાનું કામ યથાવત ચાલી રહ્યું છે. જો કે બ્રિજ બંધ થતાં લોકોએ ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દર અઠવાડિયાએ પારડી પ્રાંત અધિકારી બ્રિજ બાબતે લોકોને પડતી મુશ્કેલી અંગે સુનાવણી કરવામાં આવશે. લોકો પોતાના અભિપ્રાયો પણ પ્રાંત કચેરીને આપી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.