તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:વાપી GIDCમાં ફરી 5નો પાણી ચાર્જનો વધારો ઝીંકાતા રોષ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નોટિફાઇડ બોર્ડ બેઠકમાં 57.5 કરવાનો ઠરાવ થયો

વાપી જીઆઇડીસી કચેરી દ્વારા 2011ની વસ્તી પ્રમાણે પાણી પુરવઠો પાડવામાં આવે છે. જીઆઇડીસીમાં વર્ષ 2011માં પ્રતિ હજાર લિટરે 19.50 રૂપિયા ઉદ્યોગો પાસે લેવાતા હતા. પરંતુ દર વર્ષે 10 ટકા વધારાના ઠરાવના કારણે હાલ ઉદ્યોગો પાસે પ્રતિ હજાર લિટરે રૂ.51 લેવામાં આવી રહ્યાં છે. પરંતુ બુધવારે વાપી નોટિફાઇડની બોર્ડ બેઠકમાં 10 ટકા પાણી ચાર્જમાં વધારો કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

એટલે કે કોરોના કાળમાં ઉદ્યોગો પર પાણી ચાર્જમાં વધુ રૂ.5નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ઠરાવને લઇ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીઆઇએ દ્વારા ઇરીગેશન વિભાગ ચાર્જ ન વધારે તે માટે સરકારમાં રજૂ્આત કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા વીઆઇએની રજૂઅાતને ધ્યાને લેવામાં આવી નથી. પરિણામે વાપીના ઉદ્યોગોએ દર વર્ષે પાણી ચાર્જમાં વધારા માટે તૈયાર રહેવું પડે છે.

ઇરીગેશનને હવે 34.50 ચુકવાના થશે
નોટિફાઇડ બોર્ડમાં નકકી કરેલા નિયમ પ્રમાણે પાણીનો ઠરાવ કરાયો છે. જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં કોઇ ભાવ વધારો કરાયો નથી. ઉદ્યોગોએ હવે પ્રતિ હજાર લિટરે રૂ.57.5 આપવાના રહેશે. જયારે જીઆઇડીસીએ ઇરીગેશનને પ્રતિ હજાર લિટરે રૂ.31.38ની જગ્યાએ 34.50 ચુકવાના રહેશે. > એ.સી.પટેલ,ચીફ ઓફિસર,નોટિફાઇડ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો