લોકોની હાલત કફોડી:વાપીના ચલા સર્કલ પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે રોષ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ RTO મેમોથી લોકોની હાલત કફોડી

કોરોના મહામારીને લઇ સતત બે વખત લોકડાઉન બાદ હાલ લોકોની ગાડી હેમખેમ પાટા પર આવી રહી છે. આર્થિક તંગીને લઇ લોકડાઉનમાં ઘણાં લોકોએ આપઘાત પણ કરી લીધા હતા. હાલ સવારથી સાંજ સુધી દુકાનો ફક્ત જરૂરી ચીજવસ્તુના વેચાણ માટે ખુલ્લી હોય છે. જેને લઇ લોકો ખરીદી માટે વાપી મેઇન બજારમાં આવતા હોય છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા ઠેરઠેર દરેક સર્કલ ઉપર હેલ્મેટ, માસ્ક, સીટબેલ્ટ, આરસીબુક વિગેરે માટેની ચેકિંગ હાથ ધરાઇ છે.

વાપીના ગોલ્ડ કોઇન સર્કલ ઉપર ટ્રાફિક જમાદાર દ્વારા ચાલકોને આડેધડ આરટીઓ મેમો આપતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતમાં સામાન્ય માણસને રૂ.4થી 5 હજાર નો દંડ ફટકારી દેવાતા તેઓની દશા અત્યંત દયનીય બની છે. એક વાહનચાલકે જણાવ્યું હતું કે, લાયસન્સ વગર પકડાયા બાદ ઘરથી લાયસન્સ લઇ આઉં છું કહેવા છતાં ટ્રાફિક જમાદારે તેને સમય ન આપી મેમો પકડાઇ દીધો હતો. આવા કિસ્સામાં પોલીસ લોકોની આર્થિક પરિસ્થિતિ ઉપર પણ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...