આક્રોશ:પારડીમાં 3 દિવસથી ડોહળુ પાણી આવતાં આક્રોશ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઇનમાં ભંગાણથી ગંદુ પાણી આવ્યું

પારડી બાલાખાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ડોહળુ આવી રહ્યુ છે. જેને લઇ સ્થાનિકોમાં આક્રોશ જોવા મ‌ળી રહ્યો છે. ગટરની કામગીરી દરમિયાન પાલિકાની લાઇનમાં ભંગાણ પડતાં હાલ ડોહળુ પાણી આવી રહ્યુ છે. નવા પાલિકા પ્રમુખ આ સમસ્યા મામલે ગંભીરતાથી લઇ પ્રશ્ન ઉકેલે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.

પારડી પાલિકા હદવિસ્તારમાં આવેલા બાલાખાડી વિસ્તારમાં હાલ ગટરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ પડવાથી પાલિકાનું પીવાનુ પાણી ડોહળુ આવી રહ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી ડોહળા પાણીને લઇ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બાલાખાડી નવજીવન સોસાયટીમાં ડોહળુ પાણી આવતાં મહિલાઓમાં આક્રોશ વધી રહ્યો છે. જોકે પાલિકાની ટીમે આ પ્રશ્નને ગંભીરતાથી લઇ મરામત્ત કામગીરી હાથ ધરી હોવાની પણ માહિતી મળી રહી છે. પીવાનું પાણી ગણતરીના દિવસોમાં શુધ્ધ મળી રહેશે એવો દાવો પાલિકાની ટીમે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...