રોષ:વાપી કુંભારવાડમાં પીવાનું ડોહળુ પાણી આવતાં લોકોમાં આક્રોશ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વિસ્તારમાં પાણીમાં હાલ સુધારો જોવા મળ્યો

વાપી કુંભારવાડના કેટલાક વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી પાલિકાની પાણીની લાઇનમાં ડોહળુ પાણી આવતુ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇ પાલિકાની ટીમે સ્થ‌ળ નિરીક્ષણ કરતાં રવિવારે આ વિસ્તારમાં ડહોળા પાણીમાં સુધારો જોવા મળ્યો હતો. જયારે ઉત્કર્ષ સોસાયટીમાં ડોહળુ પાણી આવતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો કે કુંભારવાડમાં ડહોળા પાણીનો પ્રશ્ન પાલિકા ઉકેલે તે જરૂરી છે.

વાપીમાં વરસાદી માહોલ વચ્ચે કુંભારવાડના કેટલાક વિસ્તારમાં ડોહળુ પાણી આવતાં સ્થાનિકોમાં નારાજગી પ્રસરી હતી. અઠવાડિયાથી ડહોળાના પાણીના પ્રશ્ન અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ રજુ કર્યા બાદ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી મરામત્ત કામગીરી હાથ ધરી હતી.

જેને લઇ રવિવારે પાલિકાની લાઇનમાંથી ડહોળા પાણીની જગ્યાએ સ્વચ્છ પાણી આવ્યુ હતું. પાણીમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ રવિવારે કુંભારવાડના ઉત્કર્ષ સોસાયટીના ઘરોમાં પાલિકાની પાણીની લાઇનમાં ડોહળુ પાણી આવ્યુ હતું. જેથી એપાર્ટમેન્ટના રહીશોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. પાલિકાના પાણી પુરવઠા વિભાગની ટીમ કુંભારવાડમાંથી ડહોળા પાણીનો પ્રશ્ન ઉકેલે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...