વર્લ્ડ ડાયાબિટીસ ડે:ભારતમાં કુલ 7 કરોડ દર્દીઓ ગુજરાતના 1 કરોડ પૈકી વલસાડ જિલ્લામાં 24 ટકા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં દક્ષિણ ગુજરાતના લોકો સૌથી વધુ ડાયાબિટીસથી પ્રભાવિત, લાઈફસ્ટાઈલ મુખ્ય કારણ

14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે. સરકારી આંકડા પ્રમાણે હાલ વિશ્વમાં 48 કરોડ લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. જેમાં ભારતના 7 કરોડ લોકોનો સમાવેશ થાય છે. તો ભારતમાં સૌથી વધુ ગુજરાતના 1 કરોડ લોકો ડાયાબિટીક છે. જ્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત મોખરે હોય 24 ટકા દર્દીઓ તો માત્ર વલસાડ જિલ્લાના જ છે.

કોરોના કાળ પહેલા સરકારી આંકડા પ્રમાણે ભારતના 7થી 8 કરોડ લોકોને ડાયાબિટીસની બીમારી હોવાનું નોંધાયું હતું. જે હાલ વધીને દોઢ ગણો થઈ ગયો હશે તેમ મેડિકલ વિભાગ માને છે. ભારતમાં ડાયાબિટીસના 7 કરોડ દર્દીઓ પૈકી ગુજરાતમાં જ એક કરોડ લોકો આ બીમારીના શિકાર છે. જેથી ગુજરાત ભારતમાં આ બીમારીમાં એક નંબર ઉપર છે. જ્યારે બીજા નંબર ઉપર મારવાડી લોકો, ત્રીજા નંબર ઉપર રાજસ્થાની અને ચોથા નંબર ઉપર દિલ્લીના લોકો આવે છે. વર્ષ 2020માં વિશ્વમાં ડાયાબિટીસની સારવાર માટે લોકોએ 2 લાખ કરોડ રૂપિયાની દવાઓ ખાધી હતી.

પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરાજનના જણાવ્યા મુજબ આવનાર 10 વર્ષમાં જો ડાયાબિટીસના દર્દીઓમાં સુધાર ન આવે તો આ બીમારી આપણા ઇન્ડિયન બજેટના જીડીપી માંથી 17.17 ટકા હિસ્સો ખેંચી લેશે. જે આંકડો ડિફેન્સ ઇંસઃફ્રાટ્રક્ચરથી સાડા 3 ગણો વધારે છે. વાપીમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા ડૉ. વિજય જોશીના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીના પગ પર સોજો આવે તો તે કિડની ફેઈલની નિશાની છે પણ તેનાથી ડરવાનું નથી. તબીબને બતાવી ઈન્વેસ્ટિગેશન કરવાનું હોય છે. કારણ કે સીઝન હ્દદય ફેઈલના કારણે ફેંફસામાં પાણી ભરવાના કારણે હોય શકે છે. અને અમૂક દવાઓથી તેની સારવાર કરી શકાય છે. તેમજ પ્રેગ્નેન્સીમાં ગાઈનેકોલોજીસ્ટ સાથે ડાયાબિટોલોજીસ્ટની સલાહ લેવી.

દરેક 5મો દર્દી ભારતીય, 7મો વ્યક્તિ પ્રિ-ડાયાબિટીક
ભારતમાં 1 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. વિશ્વમાં દરેક પાંચમો દર્દી ભારતીય અને 7મોભારતીય પ્રિ-ડાયાબિટીક છે. દર 6 સેકન્ડેવિશ્વમા ં ડાયાબિટીસનો એક દર્દી મરે છે. તો દર 11 સેકન્ડે 3 નવા દર્દીઓ ડિટેક્ટ થાય છે.

કોરોનાના 50 ટકા દર્દીને ડાયાબિટીસ
ઇંગ્લેન્ડ બેડ ફોર્ડ યુનિવર્સિટી ના ડો.સ્ટેનફોર્ડે કરેલ રિસર્ચ પ્રમાણે કોરોનાના ઈસીયુમાંથીડિસ્ ચાર્જ થતા દર્દીના 5 ટકા લોકો પોતાની સાથે ડાયાબિટીસ લઇ ગયા છે. બાકીના 45 ટકા લોકોને 6 માસથી 2 વર્ષની અંદર ડાયાબિટીસ થશે તેવું વૈજ્ઞાનિક નિષ્કર્ષ છે. ટૂંકમાં કોરોનાના અડધા દર્દીને ડાયાબિટીસ થવાના જ છે. જે વાત ભવિષ્યમાં દેશભરના લોકોને ચોકાવી દેશે તેમ છે. જેથી ભારત સરકાર પણ ડાયાબિટીસને ઘટાડવા પર કામ કરી રહી છે.

બેઠાડું જીવન અને આળસ પણ કારણ
ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો બેઠાડું જીવન અને આળસના કારણે ડાયાબિટીસની ચપેટમાં આવેછે. નવસારી બાદ વલસાડ જિલ્લો તેમાં મોખરે છે. આજુબાજુમાં સંઘપ્રદેશ હોવાથી નશાના રવાડે ચઢતાવ્યક્તિઓ સૌથી વધુ આ બીમારીનો શિકાર બને છે. કસરત, ખાવા-પીવામાં ધ્યાન, રોજ સાડા સાત કલાક ઉંઘ કાઢવા ઉપર લોકો ધ્યાન આપે તો આ બીમારીથી 50 ટકા રાહત મળી શકે તેમ છે. - ડો. વિજય જોષી, ડાયાબીટોલોજીસ્ટ, વાપી

અન્ય સમાચારો પણ છે...