આજે ફાઇનલ:વાપીમાં 36 ટીમ વચ્ચે રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટની આવકમાંથી 5555 વિદ્યાર્થીને શિક્ષણ કીટ આપશે

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીઆઇએ ગ્રાઉન્ડ પર સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટૂર્નામેન્ટનું આયોજન

વાપીમાં સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ત્રિદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું વીઆઇએનાં મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સમાજ,સેવાકીય સંસ્થા અને કોર્પોરેટ મળી કુલ 36 ટીમે ભાગ રહી છે.જેનું દે ઘુમાકે સોશિયલ ક્રિકેટ લીંગ નામ આપવામાં આવ્યું છે.આમ ક્રિકેટ રસિયાઓ માટે ખરા અર્થમાં ક્રિકેટ ક્રેઝી સાબિત થઇ રહ્યું છે.જેની આવક માંથી 5555 જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શિક્ષણ કીટ આપવામાં આવશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાપીની વિવિધ સમાજ, એનજીઓ, એસોસિયેશન અને કોર્પોરેટ મળી વાપીની કુલ 36 ટીમ ભાગ લઇ રહી છે.

જેની ફાઇનલ રવિવાર 6 માર્ચે રમાશે.વાપીની સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દર વર્ષે ક્રિકેટ ટૂર્નામેન્ટની આવક માંથી સરકારી સ્કુલોનાં જરૂરિયાતમંદ વિઘાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવે છે.આ ત્રિદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ક્રિકેટનાં નિયમો પણ અલગ જ છે.માટે તેને ક્રેઝી ક્રિકેટ પણ કહેવામાં આવી રહ્યું છે.શનિવારે જીતનાર ટીમને વીઆઈ એના સેક્રેટરી સતીશ પટેલ,હેમાંગ નાયક ના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.આમ વાપીની સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ત્રિદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ સમગ્ર વાપીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...