તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વાપી શહેરની સાત કોવિડ હોસ્પિટલ પૈકી માત્ર 2 પાસે ફાયર એનઓસી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના રિઝ. ફાયર ઓફિસરની પાંચ હોસ્પિટોલોને નોટિશ

કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓને રોકવા તંત્ર સફાળુ જાગ્યું છે.તાજેતરમાં વાપી પાલિકા વિસ્તારમાં આવતી 7 કોવિડ હોસ્પિટલોનું સુરતના રિઝનલ ઓફિસરની ટીમે નિરીક્ષણ કર્યુ હતું. જેમાં 7 પૈકી 2 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હોવાનું બહાર આવ્યુ હતું. બાકી 5 હોસ્પિટલોને પાલિકાએ નોટિશ ફટકારી છે. આ હોસ્પિટલોએ ખુટતી સુવિધા લગાવવા આદેશ કરાયા છે.

સુરત રિઝનલ ફાયર ઓફિસર દિપક મખજાની,વાપી પાલિકાની ટીમ દ્વારા કોવિડ હોસ્પિટલોમાં ફાયરની સુવિધા અંગે ચકાસણી કરવામાં આવી હતી. રાજયમાં કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બનતાં સરકારે કોવિડ હોસ્પિટલોમાં નિરીક્ષણ કરવા સરકારે જવાબદાર અધિકારીઓને આદેશ કર્યા હતાં. જે અંતગર્ત રિઝનલ ફાયર ઓફિસર તથા પાલિકાની ટીમે જનસેવા ,શ્રધ્ધા ,આદિત,સિટી મલ્ટિસ્પેસિયાલિસ્ટ,જીવનદિપ ,21 સેન્સુરી,ઓલિવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

જેમાં જનસેવા અને 21 સેન્સુરી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી હતું. જયારે અન્ય 5 હોસ્પિટલોને ફાયર એનઓસી મામલે પાલિકાએ નોટિશ આપી હતી. આ અંગે પાલિકાના ટાઉન પ્લાનર કલ્પેશ શાહે જણાવ્યુ હતું કે પાલિકા વિસ્તારની 5 હોસ્પિટલોને નોટિશ આપવામાં આવી છે. ખુટતી સુવિધા ઉપલબ્ધ કરવા નોટિશ અપાઇ છે. હોસ્પિટલોમાં તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

GIDCની હોસ્પિટલોમાં ચેકિંગ જરૂરી
પાલિકાની ટીમે પાલિકા વિસ્તારની કોવિડ હોસ્પિટલોનું ચેકિંગ કરી જરૂરી આદેશો કરાયા છે, આજ રીતે વાપી નોટિફાઇડ વિસ્તારમા આવેલી હોસ્પિટલોમાં પણ ચેકિંગ થવું જરૂરી છે. કારણ કે અહી પણ હોસ્પિટલોમાં ફાયર એનઓસી મેળવી છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવે તેવી માગ ખુદ સ્થાનિકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...