તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:વાપીની 23 પંચાયતો પૈકી 11 મહિલા સરપંચ રિઝર્વ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

વાપી તાલુકાની સરપંચની કુલ 23 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અનુસૂચિત જાતિ માટે સામાન્ય 1,મહિલા 0, અનુસૂચિત આદિજાતિ માટે સામાન્ય 9 અને મહિલા માટે 9, સા.શૈ.પ. વર્ગ માટે સામાન્ય 1, મહિલા માટે 1, સામાન્ય સ્ત્રી માટે 1 અને બિન અનામત માટે 1 બેઠકનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ માટે અનામત રાખેલ પંચાયતમાં બલીઠા પંચાયતનો સમાવેશ થાય છે.

અનુસૂચિત આદિજાતિ માટે અનામત પંચાયતોમાં ચીભડકચ્છ, કરાયા, કરવડ, કવાલ, કુંતા, મોરાઇ, તંબાડી, સલવાવ, વટાર છે. અનુસુચિત આદિજાતિ વર્ગની મહિલા માટે અનામતમાં ચંડોર, દેગામ, કરમખલ, કોપરલી, લવાછા, નામધા, નાની તંબાડી, પંડોર જુથ અને રાતાનો સમાવેશ થાય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે અનામત પંચાયતમાં કોચરવા તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની મહિલા માટે અનામત પંચાયતમાં ચણોદનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...