તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:બીજા આગળ વધી રહ્યા છે મારી તરક્કી નથી થતી લખી યુવકનો ફાંસો

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાનહના બે અલગ અલગ વિસ્તારમાં બે લોકોએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. દાદરાની કંપનીમાં એક કામદારે તો વાઘછીપા સ્થિત એક ચાલીમાં યુવકે આપઘાત કરી લીધો હતો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ચેકપોસ્ટ પાસે પરસુરામ પુરિયા કંપની નજીક વિષ્ણુ લક્ષ્મી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતો રાજસ્થાનનો લક્ષ્મીકાંત શર્મા ઉ.વ.34 એ કંપનીની અંદર જ કર્મચારીઓ માટે બનાવેલ રૂમમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મૃતકનો ભાઇ તે જ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. શનિવારે રાત્રે 12.30 કલાકે યુવકે આપઘાત કરી લેતા બનાવની જાણ પોલીસને કરાઇ હતી.

બીજી બાજુ વાક્સીપા કમલેશભાઇની ચાલીમાં રહેતા ઓડિસાનો રાજારામ શાહુ ઉ.વ.27 એ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને લટકેલી હાલતમાં પિતાએ જોયા બાદ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉડીયા ભાષામાં લખ્યું હતું કે, બીજા લોકો તેનાથી આગળ નીકળી રહ્યા છે. અને તે તરક્કી કરી શકતો નથી. જેના કારણે તે આપઘાત કરી રહ્યો છે. બનાવની જાણ પિપરિયા આઉટપોસ્ટમાં કરતા આગળની તપાસ એએસઆઇ ગાંધીભાઇ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...