તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાપી પાલિકાએ છૂટા કરેલા 15 કર્મીઓને 30% પગાર સાથે પુન: સ્થાપિતનો હુકમ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજુર અદાલત વલસાડના હુકમ સામે પાલિકા અપીલમાં જશે

વાપી પાલિકાના 15 કર્મચારીઓને 2001માં ઓકટ્રોય નાબુદીના બહાના હેઠળ છૂટા કરાયા બાદ મજુર અદાલત વલસાડમાં કેસ દાખલ કરાયો હતો. તાજેતરમાં મજુર અદાલતે 2001માં છૂટા કરેલા 15 કર્મચારીઓને 30 ટકા પગાર સહિત પુન: સ્થાપિતનો હુકમ કર્યો હતો. જો કે પાલિકાના પદાધિકારીઓએ જણાવ્યુ હતું કે પાલિકા અપીલમાં જશે. વાપી પાલિકાના 15 જેટલા કર્મચારીઓને ઓકટ્રોય નાબુદીનાં બહાના ઔદ્યોગિક વિવાદ ધારાની વિવિધ જોગવાઇનો ભંગ કરી 2001થી છૂટા કરવામાં આવ્યા હતાં.

આ તમામ કર્મચારીઓએ મજુર અદાલત વલસાડમાં કેસ દાખલ કર્યો હતો. એડવોકેટ કિર્તી રાજપુતે 20 માર્ચે કર્મચારીના રેફફરન્સ મંજુર કરતો હુકમ કરવા સાથે 1 મે 2001થી કામદારોને છૂટા કરવાનું પગલુ ગેરકાયદેસર ઠેરવી તેમની મુળ જગ્યાએ સળંગ નોકરી 1-5-2001થી હુકમ તારીખ સુધીના પડેલા દિવસોમાં 30 ટકા પગાર સહિત નોકરીમાં પુન: સ્થાપિત કરતો હુકમ કર્યો છે. તે સાથે પ્રત્યેક કામદારને વાપી પાલિકાએ રેફરન્સ ખર્ચના રૂ.5 હજાર ચુકવી આપવા તથા હુકમનો અમલ એવોર્ડ પ્રસિધ્ધ થયેથી દિન 30માં કરવા વાપી પાલિકાને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...