તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાપી નપાના STP માટે ચંડોરમાં જમીન ફાળવાતાં લોકોનો વિરોધ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ પોલીસ બંદોબસ્તની માગણી કરી
  • STP માટેની જગ્યાથી કોઇને અસર ન થતી હોવાનો તંત્રનો દાવો

વાપી પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગટરના કામ માટે જમીનની ફાળવણી માટે કલેકટર અને મહેસુલ વિભાગ સમક્ષ દરખાસ્ત કરી હતી. ચંડોરની ગૌચરણની જમીનની ફાળવણી સરકારે કરતાં સ્થાનિકોમાં વિરોધના સુર ઉઠયા છે. વિરોધના પગલે પાલિકાએ પોલીસ બંદોબસ્તની માગણી કરી છે. પાલિકાના પદાધિકારીઓના મતે સ્થળ પર કોઇને જ અસર થઇ રહી નથી.

કલેકટર અને મહેસુલ વિભાગે તાજેતરમાં વાપી પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગટરની કામગીરી માટે ચંડોરની ગૌચરણની જમીનની ફાળવણી કરી છે. જેને લઇ સરપંચ રણજિત પટેલની આગેવાની વચ્ચે 60થી 70 ગરીબ પરિવારોએ સ્થળ પર વિરોધ નોંધાવ્યો નથી. આ પ્રોજેકટની સીધી અસર થઇ રહી હોવાની પણ રજૂઆત કરી હતી.

બીજી તરફ પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને પદાધિકારીઓએ આ મામલે પોલીસ બંદોબસ્તની માગણી કરી છે. ચીફ ઓફિસર દર્પણ ઓઝાને પુછતાં તેમણે જણાવ્યુ હતું કે દમણગંગા નદીની નજીકની જગ્યા છે. સ્થળ પર કોઇને અસર થઇ રહી નથી. હાલ પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગરીબ પરિવારો આ પ્રોજેકટથી દુર રહે છે. કોઇને અસર થઇ રહી નથી. પરંતુ કેટલાક લોકો આ પ્રોજેકટ માટે ખોટો વિરોધ કરી આગળ આવી રહ્યાં છે.

ડમ્પિંગ સાઈડ વેળા પણ વિવાદ થયો હતો
વાપી નગરપાલિકા વિસ્તારમાંથી રોજના એકત્ર થતાં આશરે 40થી 50 ટન જેટલાના કચરાના નિકાલ માટે એક દશક પહેલા ચંડોર ગામે દમણગંગા નદી કિનારે આવેલી જમીન પાલિકાને વહીવટી તંત્રએ ફાળ‌વી હતી. તે સમયે અહીં કચરો ડમ્પિંગ કરવા અને જમીન ફાળવા મુદ્દે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. તેને લઈ તે સમયે વિવાદ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...