તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:1280 સેમ્પલની સામે માત્ર 28 કોરોના પોઝિટિવ, 46 રીકવર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દમણમાં કન્ટેનમેન્ટમાં રહીશોના ફરજીયાત રેપિડ ટેસ્ટ

દમણ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. દરેક વેપારીની સાથે કન્ટેનમેન્ટ એરિયાના તમામ રહીશોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે દમણ જિલ્લામાં 1,280 સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જે પૈકી માત્ર 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.દમણ આરોગ્ય વિભાગની યાદી મુજબ રવિવારે કોરોના પોઝિટિવના વધુ

28 કેસ આવ્યા હતા જેની સામે 46 દર્દીઓ રીકવર થઇને ઘરે પરત ફર્યા હતા. હાલમાં પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 438 થઇ છે. જ્યારે અત્યાર સુધીમાં 2502 દર્દી રીકવર થઇ ગયા છે. બીજી તરફ દમણ જિલ્લામાં કોરોના વેક્સિનેસની કામગીરી 90 ટકાની ઉપર પહોંચી છે. રવિવારે વધુ 121 લોકોને વેક્સિન આપવામાં આવી હતી જેથી પ્રદેશમાં વેક્સિન લેનારાની સંખ્યા 35, 926 થઇ છે.

દાનહમાં વધુ 54 કોરોના પોઝિટિવ, 162 દર્દી રીકવર થતાં ડિસ્ચાર્જ કરાયા
સંઘપ્રદેશ દાનહમાં રવિવારે નવા 54 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 939 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 4424 કેસ રીકવર થઇ ચુક્યા છે, પ્રદેશમાં આરટી પીસીઆરના 193 નમૂનાઓ લેવાયા હતા.જેમાંથી 26 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.રેપિડ એન્ટિજન 1833 નમૂનામાંથી 28 રિપોર્ટ પોઝીટીવ આવ્યા કુલ 54 રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 162 દર્દી રીકવર થતા રજા આપી છે. પ્રદેશમા 43 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ સ્વાસ્થ્ય વિભાગે રવિવારે 197 લોકોને વેક્સીન આપી છે. પ્રદેશમાં ટોટલ 49, 100 લોકોને વેક્સીન અપાઇ છે. જોકે ગામડામાં વેક્સિનેશનની ગતિ ધીમી છે.

અન્ય સમાચારો પણ છે...