વલસાડ જિલ્લામાં ધો.10ના સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર દરમિયાન સેલવાસ,દમણ,વલસાડ અને ઉમરગામની સ્કૂલમાં એક વર્ગમાં એક-એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. 1 વિદ્યાર્થીની સામે 7 થી 8નો સ્ટાફ જોવા મળ્યો હતો. એટલે કે 4 વિદ્યાર્થીઓની પરીક્ષા વ્યવસ્થા માટે 30 કર્મચારીઓ ફરજમાં જોતરાયા હતાં. સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં વિદ્યાર્થીઓ ઓછા હોવાથી શિક્ષણ વિભાગે 1 વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા ગોઠવવાની ફરજ પડી હતી.વિદ્યાર્થી સામે સ્ટાફ વધુ હોવાથી ભારે આશ્વર્ય જોવા મળ્યું હતું.
વિદ્યાર્થી સામે સ્ટાફ વધુ હોવાથી ભારે આશ્વર્ય જોવા મળ્યું
વલસાડના જિલ્લામાં ગુરૂવારે ધો.10ના સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયના પ્રશ્નપત્રમાં 32 પરીક્ષા કેન્દ્રોમાં 4 શાળાઓમાં 1125 વર્ગ ખંડમાં પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. સ્ટાન્ડર્ડ ગણિતના વિષયમાં નોંધાયેલા 3,895 પૈકી 3,871 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં 24 વિદ્યાર્થીઓ ગેર હાજર નોંધાયા હતા,પરંતુ મહત્વની વાત એ છે કે જિલ્લાની અને સંઘ પ્રદેશ દમણની મળી કુલ 4 શાળાઓમાં માત્ર એક-એક જ વિદ્યાર્થી જ નોંધાયા હતા. તમામ પરીક્ષા બિલ્ડિંગમાં 1 વિદ્યાર્થી માટે 7 થી વધુ કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી હતી.
કુલ 4 શાળાઓમાં માત્ર એક-એક જ વિદ્યાર્થી જ નોંધાયા
વલસાડની આંવાબાઇ હાઈસ્કૂલ, ઉમરગામની કેડીબી હાઇસ્કૂલ, દમણની એમ જી એમ હાઈસ્કૂલ અને સેલવાસની ગવર્મેન્ટ હાઈસ્કૂલ ટોકરખાડા યુનિટ 1માં એક-એક વિદ્યાર્થીઓ નોંધાયા હતાં.તમામ શાળાઓમાં વિદ્યાર્થી સામે સ્ટાફ વધુ હતો. 1 વિદ્યાર્થી માટે પણ પોલીસ જવાનો, આરોગ્ય કર્મચારીઓ,શિક્ષણ વિભાગના કર્મચારીઓ,શાળા સંચાલક સહિત 7થી વધુ સ્ટાફ હાજર રહ્યો હતો. જેથી ભારે આશ્વર્ય ફેલાયું હતું.
સેલવાસમાં 1 વિદ્યાર્થી પણ ગેરહાજર રહેતા સ્ટાફ બેસી રહ્યો
સેલવાસની એક માત્ર શાળામાં સેલવાસ ગવર્મેન્ટ હાઈસ્કૂલ ટોકરવાડા યુનિટ 1માં નોંધાયેલો વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો, પરંતુ 8થી વધુ કર્મચારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા. 1 વિદ્યાર્થી ગેરહાજર રહેતાં સ્ટાફે બેસી રહેવાની ફરજ પડી હતી. જયારે વલસાડ આવાબાઈ હાઈસ્કૂલ ખાતે નોંધાયેલી એક માત્ર દિવ્યાંગ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી પડે
ધો.10માં ગણિત વિષયમાં બે વિકલ્પ હોય છે.સ્ટાન્ડર્ડ મેથ્સમાં વિદ્યાર્થીઓ ઓછા છે. બેઝિક ગણિતમાં વધુ છે, પરંતુ બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી હોઇ તો પણ પરીક્ષાની વ્યવસ્થા કરવાની હોય છે.પછી 1 વિદ્યાર્થી તો પણ કરવી જ પડે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે બેઠક વ્યવસ્થા નકકી થાય છે.ચાર સ્કૂલમાં બન્યું છે. જે સાચી વાત છે.- બી.બી.બારિયા, ઇન્ચાર્જ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.