તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઇઝ ચેકીંગ:કપરાડા તાલુકાની 4 પ્રાથમિક શાળામાં ગુટલીબાજ શિક્ષકોની ગેરહાજરીથી ઓનલાઇન શિક્ષણ ઓફ !

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનવિઝ્યુલ | વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું સરપ્રાઇઝ ચેકીંગ

વલસાડ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાઓમાં હાલ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. આમ છતાં શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યુ છે. અંતરયાળ કપરાડા તાલુકાની શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઓચિંતી મુલાકાત લેતાં ચાર શાળામાં શિક્ષકો ગેરહાજર જોવા મળ્યા હતાં. ઓનલાઇન શિક્ષણમાં પણ શિક્ષકો ગેરહાજરીથી ભારે આશ્વર્ય ફેલાઇ રહ્યું છે.

વલસાડ જિલ્લાની અંતરયાળ કપરાડા અને ધરમપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદો અવર-નવર ચર્ચામાં રહે છે. હાલ તો કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ પ્રાથમિક શાળાઓમાં ચાલી રહ્યું છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વિના માત્ર શિક્ષકો સ્કુલમાં આવી રહ્યાં છે, પરંતુ કેટલાક શિક્ષકો હજુ પણ ગેરહાજર રહેવાની આદત છોડતા નથી.

હાલ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં કપરાડાની કુલ ચાર શાળાના શિક્ષકોની હાજરી ઓછી જોવા મળી હતી. શિક્ષકોની ગેરહાજરી જોઇને શિક્ષણ અધિકારી પણ ચોંકી ઉઠયા હતાં.

ઓફલાઇનની જગ્યાએ હાલ ઓનલાઇન સ્કુલો હોવા છતાં પણ શિક્ષકો નિયમિત શાળામા આવી રહ્યા નથી. કેટલાક શિક્ષકો ગેરહાજર રહેવાની પોતાની ટેવ યથાવત રાખતા હોવાથી અધિકારીઓની ઓચિંતી મુલાકાતમાં તેઓ ઝડપાઇ જતા હોય છે. આમ કપરાડા તાલુકામાં શિક્ષકો ગેરહાજર રહેવાનો મુદો સતત ચર્ચામાં રહે છે.

નેટવર્કના બહાના હેઠળ ગેરહાજર રહેતા શિક્ષકો
કપરાડા તાલુકામાં મોબાઇલ નેટવર્કનો મોટો પ્રશ્ન છે. ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત રહે છે. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો મોબાઇલ નેટવર્ક ન પકડતુ હોવાના બહાના કાઢી શાળામાં ગેરહાજર રહે છે. આ ફરિયાદના લઇ પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે ઓચિંતી મુલાકાત લેતાં આ ગેરહાજર શિક્ષકોની પોલ છતી થઇ હતી.

ચાર શાળાના શિક્ષકો પાસે ખુલાસો માગ્યો છે
કપરાડા તાલુકાની અંતરયાળ ગામોની પ્રાથમિક શાળાની ઓચંતિ મુલાકાત લીધી હતી. જેમાં લવકર,ચિચપાડા વર્ગ ,વરવઠ,ખડકવાળ સુંદર ફળિયાની શાળાઓમાં શિક્ષકો ગેરહાજર હતાં. ચારેય શાળાના શિક્ષકો પાસે ખુલાસો માગ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. - બી.બી.બારિયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડ

અન્ય સમાચારો પણ છે...