ધરપકડ:વાપી GIDCથી સ્નેચિંગના ત્રણ ફોન સાથે એક પકડાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનેક ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે

વાપી જીઆઇડીસી વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થનારી ગેંગના એક આરોપીને એસઓજીની ટીમે પકડી પાડી આગળની તપાસ જીઆઇડીસી પોલીસને સોંપી છે. એસઓજી પીઆઇ વી.બી.બારડની સુચનાને લઇ તેમની ટીમ રવિવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી.

તે દરમિયાન ગુંજન વિસ્તારમાં પહોંચતા એક શંકાસ્પદ ઇસમને અટકાવી ચકાસણી કરતા તેની પાસેથી ત્રણ ફોન મળી આવ્યા હતા. જે અંગે આધાર પુરાવાની પૂછપરછ કરતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી તેની સામે 41(1) ડી મુજબ અટકાયતી પગલા લઇ વધુ તપાસ જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવી હતી. આરોપી જય રવિ પાંડુરમ ઉ.વ.21 રહે.વાપી છીરી રણછોડનગર વિપુલભાઇની ચાલમાં મુળ રહે.ચેન્નઇ તમિલનાડુ અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે ત્રણ મોબાઇલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...