કાર્યવાહી:રાતાથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી પોલીસ ગુરૂવારે બાતમીના આધારે રાતા આહિર ફળિયા વિસ્તારમાં પહોંચી એક ઝુંપડામાં રેઇડ કરતા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે એક ઇસમ ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે આરોપી ઉત્તમભાઇ હીરાભાઇ પ્રજાપતિ રહે.રાતા ને પકડી પાડી બે કારબામાંથી 35 લીટર દેશી દારૂ કિં.રૂ.700, 350 લીટર ગોળ પાણીનું રસાયણ, હાથ બનાવટનો દેશીદારૂ ગાળવાના સાધનો, એલ્યુમીનિયમની ડેગ, લાકડાનો ચાટવો સહિતના મુદ્દામાલ કબજે લઇ દેશી દારૂ બનાવવા માટે ગોળ આપનારા આરોપી ધુરીયાભાઇ વજીરભાઇ પટેલ રહે.રાતા ને વોન્ટેડ જાહેર કર્યો.

અન્ય સમાચારો પણ છે...