દુર્ઘટના:ડુંગરા નદીમાં નહાવા પડેલા ત્રણ પૈકી એક બાળક ડૂબ્યો, 4 કલાકના રેસ્કયુ બાદ બાળકનો પત્તો ન મળ્યો

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપીના ડુંગરા સ્થિત હરિયા પાર્કની પાછળના ભાગે આવેલી દમણગંગા નદીમાં મંગળવારે ત્રણ મિત્રો નહાવા માટે ગયા હતા. જોકે, ત્રણ પૈકી એક બાળક નદીમાં ડૂબી જતા ફાયરના લાશ્કરોએ ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જોકે, બાળકનો પત્તો લાગ્યો ન હતો. વાપી ડુંગરા કોલોનીમાં રહેતા ત્રણ મિત્રો મંગળવારે બપોર બાદ હરિયા પાર્કની પાછળના ભાગે આવેલી દમણગંગા નદીમાં નહાવા માટે ગયા હતા.

જોકે, ત્રણ પૈકી બે બાળકને તરતાં આવડતું હોય તેઓ નદીમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે 15 વર્ષીય મયુર ચંદકાન્ત પાટિલનો પગ લપસતા નદીના ઊંડાણના પ્રવાહમાં ખેંચાઇ ગયો હતો. આ બનાવ અંગે બે બાળકોએ પોલીસને જાણ કરતા જ તાત્કાલિક ડુંગરા પોલીસ અને ફાયર લાશ્કરની ટીમ બચાવ માટે પહોંચી હતી. અંદાજે ત્રણથી ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન કરવા છતાં પણ મયુર પાટીલની કોઇ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...