તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વાપીમાં કંપનીના સહયોગથી વધુ એક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો, સંભિવત ત્રીજી લહેર પૂર્વે હોસ્પિટલોમાં સુવિધા વધારાઇ

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી શહેરમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. કોરોના કાળમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પણ ઘટી જતાં હાલત કફોડી બની હતી. ત્યારે હવે ત્રીજી લહેર પૂર્વે હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છ.જે અંતગર્ત વાપી રેઇમ્બો હોસ્પિટલમાં કંપનીના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેથી હવે દર્દઓને રાહત મળશે. વાપીમાં કોરોનાની બીજી લહેર બાદ કંપનીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ વધી રહ્યાં છે. સંભિવત ત્રીજી લહેરની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જે અંતગર્ત વાપી હાઇવે પર આવેલી રેઇન્બો હોસ્પિટલમાં વેલનોન કંપનીએ સીએસઆર અંતગર્ત ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આભારવિધિ રેઇમ્બો હોસ્પિટલના મેનેજિંગ ડાયરેકટર ડો.તેજશ શાહ,ડો.વિનય પટેલ,ઇલેશ શાહ,કુંજલ શાહ દ્વારા કરવામાં આવી હતી. શહેરની જનસેવા હોસ્પિટલ,હરિયા હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલોમાં બીજી કોરોનાની લહેર બાદ સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જો કે બીજી લહેરમાં વાપીની હોસ્પિટલોમા અનેક કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. જેથી હવે ત્રીજી લહેરની તૈયારીઓ અગાઉથી શરૂ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...