તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:દમણના પીએસઆઇ વિરૂદ્ધ વૃદ્ધને માર મારવા મુદ્દે વધુ એક ફરિયાદ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘર સામે પોલીસની ગાડી જોઇ પૂછવા જતા અપહરણ કરવાનો આક્ષેપ

દમણના પીએસઆઇ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ થઇ છે. ઘર સામે પોલીસની ગાડી ઉભી હોય કારણ પૂછવા જતા વૃદ્ધને પીએસઆઇએ માર મારી પરિવારને જાણ કર્યા વગર અપહરણ કરીને લઇ જવા બાબતે પોલીસ મહાનિરીક્ષક દમણને લેખિતમાં ફરિયાદ કરાઇ છે. નાની દમણના મોટી વાંકડ ખાતે રહેતા મયુરભાઇ અમૃતભાઇ પટેલે ગુરૂવારે દમણ પોલીસ મહાનિરીક્ષકને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, સવારે તેમના 62 વર્ષીય પિતાજી અમૃતભાઇ આંગણે પુજા માટે ફુલ તોડી રહ્યા હતા.

તે સમયે ઘર સામે પોલીસની ગાડી ઉભી હોવાથી શું થયું એ પૂછવા જતા ભીમપોર પોલીસ આઉટપોસ્ટના પીએસઆઇ જય પટેલ અચાનક શારીરિક હુમલો કરી ગાલ ઉપર થાપટ, ગળુ પકડવું, મોઢાના ભાગે માર મારી ધક્કા મુક્કી કરીને પિતાજીને ગાડીમાં ભરીને પરિજનોને કોઇ પણ પ્રકારની માહિતી આપવા વગર અપહરણ કરીને લઇ ગયા હતા. જે સ્થળે લાગેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા.

જોકે પાછળથી તેમને પોલીસ મથકમાં ધમકાવીને છોડી દીધા બાદ ઘરે આવી તેઓ ભયના કારણે માનસિક રીતે વિક્ષિપ્ત થઇ ગયા છે. બનાવ અંગે પોલીસ વિભાગની સાથે એમપી અને સરપંચને પણ જાણ કરાઇ છે.પોલીસ સબ ઇન્સપેક્ટર જય પટેલ વિરૂદ્ધ બે દિવસ પહેલા જ દમણ યુથ એક્શન ફોર્સના ઉમેશભાઇ પટેલની પત્ની સ્વેતાબેનએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જય પટેલ સહિત બે કર્મી તેમના ઘરે બળજબરીથી આવી વોચમેનને ડરાવી ધમકાવી સીસીટીવીના ડીવીઆર સાથે છેડછાડ કરી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો