નિવેદન:રાજ્યમાં વન ડે, વન ડિસ્ટ્રિક્ટના માધ્યમથી કાર્યકરોની વ્યથા સાંભળીશ: C.R.પાટિલ

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં પાટિલે કહ્યું કે પાલિકા ચૂંટણીમાં પેનલ સાથે ફરશે

2022 સુધી હવે હવે સભાઓ ઓછી કરીશું.કાર્યકર્તાઓનો સમય ન બગડે અને કામ કરી શકે તેવું આયોજન કરાશે. રાજ્યમમાં ભાજપના કાર્યકરોની વ્યથા સાંભળવવા વન ડે વન ડિસ્ટ્રીકટના કાર્યક્રમો શરૂ થશે. પ્રદેશ અધ્યક્ષ, ઝોન મહામંત્રી આવીને કાર્યકરોને વન ટુ વન સાંભળી પ્રશ્નો ઉકેલશે. આ શબ્દો વાપીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે સ્નેહ મિલન કાર્યક્રમમાં કહ્યાં હતું. તેમણે પાલિકાની ચૂંટણીમાં એકલા પ્રચાર કરતાં ઉમેદવારો સામે શિસ્તભંગના પગલા માટે ટકોર કરી હતી.

વાપી વીઆઇએના ગ્રાઉન્ડમાં રવિવારે ભાજપ સંગઠનના સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પાલિકાની ચૂંટણીમાં 44માંથી 44 બેઠકો મેળવવા આહવાન કર્યુ હતું. કેબિનેટ મંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો મોટા માર્જિનથી જીતશે. પાલિકા વિસ્તારમાં મોટા ભાગના કામો થયા છે. બાકી કામો 6 મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપુ છું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે નાણામંત્રીએ એક કાકરે બે પક્ષી માર્યા છે. સ્નેહ મિલનની સાથે પાલિકાની ચૂંટણી પ્રચારનો પણ સમાવેશ કર્યો છે.

મને કાર્યકરોના ફોન આવે છે કે 20થી 25 વર્ષથી જવાબદારી આપતા નથી. હવે ટિકિટ મેળવવા દબાણના દિવસો ગયા છે.ટિકિટ મેળવવા ગૃપો બનાવો નહિ. ઉમેદવાર કોઇ પણ હોઇ પણ કમળ સાથે જ કામ કરીશું એવી ભાવના સાથે કામ કરો.ટોળામાં આવીશો તો બહારથી માહિતી મેળવી લઇશું. વન ડે વન ડિસ્ટ્રીકટમાં અમને રજૂઆત કાનમાં કહી દેશો.કેબિનેત મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...